• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રહસ્યથી ભરપૂર છે આ મહેલ, અહીં રોજ આવે છે કૃષ્ણ, મળે છે નિશાની

રહસ્યથી ભરપૂર છે આ મહેલ, અહીં રોજ આવે છે કૃષ્ણ, મળે છે નિશાની
|
Google Oneindia Gujarati News

વ્રજભૂમિમાં એવી ઘણી જગ્યાઓ છે, જે લોકો માટે સદીઓથી આસ્થાનું કેન્દ્ર છે. તેમાંથી કેટલીક જગ્યાઓ ચમત્કારિક છે. આવી જ એક જગ્યા છે વૃંદાવનનું નિધિવન, જેના વિશે માન્યતા છે કે ભગવાન શ્રીકૃષ્ણ અહીં રોજ આવે છે અને ગોપીઓ સાથે રાસલીલા કરે છે. જે લોકો આ રાસલીલા જોવા ઈચ્છે છે, તેઓ પાગલ થઈ ગયા છે અથવા તો મૃત્યુ પામ્યા છે. એટલે જ સવારે ખુલતા આ નિધિવનને સાંજની આરતી બાદ બંધ કરી દેવાય છે. સાંજ પછી અહીં કોઈ નથી રહેતું. દિવસે નિધિવનમાં કલબલાટ કરતા પશુ પક્ષીઓ પણ સાંજે નિધિવન છોડી દે છે. નિધિવનના એક મહેલ 'રંગમહેલ'ની છત નીચે જ શ્રીકૃષ્ણ અને ગોપીઓ માટે સાંજે ભોગ ધરાવવામાં આવે છે, જે સવારે નથી હોતો. કહેવાય છે કે કૃષ્ણ અહીં પોતાની હાજરીની નિશાની પણ છોડે છે.

રાત થતા પહેલા જ લોકો વન છોડી દે છે

રાત થતા પહેલા જ લોકો વન છોડી દે છે

નિધિવનના મુખ્ય ગોસાઈં ભીખચંદ્ર ગોસ્વામીના કહેવા પ્રમાણે શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે દ્વાપર યુગમાં પણ શ્રીકૃષ્ણએ શરદ પૂનમની રાત્રે જ ગોપીઓ સાથે રાસલીલા કરી હતી. પરંતુ નિધિવન અંગે માન્યતા છે કે કૃષ્ણ રોજ રાતે અહીં ગોપીઓ સાથે રાસ રમે છે. શરદપૂનમની રાત્રે નિધિવનમાં પ્રવેશ પ્રતિબંધિત છે. દિવસે શ્રદ્ધાળુઓ, વાનરો, પક્ષી બધા જ પ્રવેશ કરી શકે છે. પરંતુ સાંજ પડતા જ નિધિવન ખાલી કરાવી દેવાય છે. આવું ફક્ત નિધિવન જ નથી પરંતુ નજીક આવેલા સેવાકુંજમાં પણ થાય છે. અહીં પણ કૃષ્ણ રાસ રચાવતા હોવાની માન્યતા છે. અહીં રાધાનું પ્રાચીન મંદિર છે.

રાધા-કૃષ્ણને બેસવા માટે સજાવાય છે પલંગ

રાધા-કૃષ્ણને બેસવા માટે સજાવાય છે પલંગ

રાસ મંડલના પૂજારી કહે છે કે નિધિવનની અંદર બનેલા મહેલમાં રાસલીલાની માન્યતા છે. હજારો વર્ષથી શ્રદ્ધાળુઓની માન્યતા છે કે રંગ મહેલમાં રોજ રાત્રે કૃષ્ણ પધારે છે. અહીં રખાયેલા ચંદનના પલંગને સાંજે 7 વાગતા સજાવવામાં આવે છે. પલંગની બાજુમાં એક લોટો પાણી, રાધાજી માટે શ્રૃંગારનો સામાન અને દાતણ, પાન રાન રાખવામાં આવે છે. સવારે લોટો ખાલી મળે છે, સાથે જ પાન ગાયબ થઈ જાય છે.

છુપાઈને જોવી હતી રાસલીલા, થઈ ગયો પાગલ

છુપાઈને જોવી હતી રાસલીલા, થઈ ગયો પાગલ

લગભગ દોઢ દાયકા પહેલા સંતરામ નામના રાધા-કૃષ્ણના ભક્ત હતા, જે જયપુરથી વૃંદાવન આવ્યા હતો. તેમણે નિધિવન વિશે સાંભળ્યું હતું, હરિની ભક્તિમાં તે એટલા લીન થઈ ગયા કે રાત્રે રાસલીલા જોવાનું નક્કી કર્યું. તે છુપાઈને નિધિવનમાં બેસી ગયો. પરંતુ સવારે જ્યારે મંદિર ખુલ્યુ તો બેહોશ મળી આવ્યો. તેને જ્યારે હોશ આવ્યા તો તે માનસિક સંતુલન ખોઈ ચૂક્યો હતો. આ પહેલા કેટલાક લોકોના મોત થયા હોવાની વાતો પણ લોકો કરે છે.

નિધિવનમાં તુલસી, મહેંદીના છોડ છે

નિધિવનમાં તુલસી, મહેંદીના છોડ છે

નિધિવન એક સામાન્ય વન જેવું જ છે, જેમાં તુલસી અને મહેંદીના છોડ વધુ છે. આ તુલસી સામાન્ય તુલસી કરતા અલગ છે. આકારમાં તે મોટા છે અને તેના છોડની શાખા જમીન તરફ આવે છે.

ડાળીઓ જમીન તરફ આવે છે

ડાળીઓ જમીન તરફ આવે છે

એટલું જ નહીં અહીં તુલસીના છોડ જોડીઓમાં છે. કહેવાય છે કે જ્યારે રાત્રે રાસ થાય છે તો આ તમામ છોડ ગોપ-ગોપી બની જાય છે. એટલે જ અહીં લાગેલા વૃક્ષની ડાળીઓ ઉપર તરફ જવાને બદલે જમીન તરફ વધે છે.

બાળક પર નજર રાખવા માતા-પિતાએ લગાવ્યો કેમેરો, જે દેખાયું તે જોઈને ચોંકી ઉઠ્યાબાળક પર નજર રાખવા માતા-પિતાએ લગાવ્યો કેમેરો, જે દેખાયું તે જોઈને ચોંકી ઉઠ્યા

લોટાનું પાણી ખાલી અને પાન ચવાયેલું મળે છે

લોટાનું પાણી ખાલી અને પાન ચવાયેલું મળે છે

આગળ જણાવ્યું તેમ દરરોજ સાંજે પૂજારી રાધા-કૃષ્ણને બેસવા માટે પલંગ સજાવે છે અને ભોગ રાખે છે. સવારે 5 વાગે રંગ મહેલના દરવાજા ખુલે છે તો પલંગ અસ્તવ્યસ્ત મળે છે, લોટો ખાલી મળે છે અને પાન ચવાયેલું હોય છે.

આ છે રાસ મંડળ, જ્યાં રાસ રચે છે કૃષ્ણ

આ છે રાસ મંડળ, જ્યાં રાસ રચે છે કૃષ્ણ

કિવદંતી છે કે રાત્રે જ્યારે કૃષ્ણ અહી આવે છે તો રાધાજી રંગમહેલમાં શ્રૃંગાર કરે છે, અને કૃષ્ણ ચંદનના પલંગ પર આરામ કરે છે. પછી બંને ગોપ-ગોપીઓ સહિત રંગ મહેલ પાસેના રાસ મંડલમાં રાસ રચાવે છે.

આ છે દર્શન માટેના મુખ્ય સ્થળ

આ છે દર્શન માટેના મુખ્ય સ્થળ

મથુરા જિલ્લામાં વૃંદાવન ઉપરાંત ભૂતેશ્વર મહાદેવ, કંસ કિલ્લો, ધ્રુવ ટીલા, અંબરીથ ટીલો, કંસ વધ સ્થળ, પીપળેશ્વર મહાદેવ, બટુક ભૈરવ, કંસનો અખાડો, પોતરા કુંડ, ગોકર્ણ મહાદેવ, બલ્લભદ્ર કુંડ, મહાવિદ્યા દેવી મંદિર સહિતના સ્થળો દર્શન માટે છે.

English summary
nidhivan mysterious place in vrindavan radha krishna raas leela
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X