આ સ્ટેશન પર ભુતના ડરથી 40 વર્ષથી નથી ઉભી રહી એકપણ ટ્રેન, જાણો શું છે હકીકત?

ભારતની રેલવે દુનિયાની સૌથી મોટી રેલ્વે લાઈનમાંથી એક છે. ભારતીય રેલ્વે સામાન્ય લોકો માટે વરસાદરૂપ છે. ભારતમાં રેલવે સાથે ઘણી એવી વાતો જોડાયેલી છે સામાન્ય રીતે અજીબ લાગે છે. આજે આપણે આવા જ એક રેલ્વે સ્ટેશનની વાત કરવાના છીએ.

તમને કોઈ કહે કે રેલ્વેએ એક એવુ સ્ટેશન બનાવ્યુ છે જ્યાં કોઈ ટ્રેન ઉભી નથી રહેતી. સામાન્ય રીતે આ વાત સાંભળીને તમને નવાઈ લાગશે પરંતું આ સત્ય છે. ભારતમાં એક રેલ્વે સ્ટેશન એવુ છે જ્યાં છેલ્લા 42 વર્ષથી કોઈ ટ્રેન ઉભી નથી રહી.

Begunkodor Railway Station

આ વિચિત્ર રેલ્વે સ્ટેશન સાથે ઘણી વાતો જોડાયેલી છે. માન્યતા અનુસાર, આ સ્ટેશન પર ભુતોનો વાસ છે. આ જ કારણ છે કે ત્યાં 42 વર્ષથી કોઈ ટ્રેન ક્યારેય ઉભી રહેતી નથી.

પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં આવેલુ બેગુનકોડોર રેલ્વે સ્ટેશન 1960માં બનાવવામાં આવ્યુ હતું. હવે આ સ્ટેશન છેલ્લા 42 વર્ષથી બંધ છે. અહીં કામ કરતા કર્મચારીઓ કામ છોડીને ભાગી જતા હતા અને દાવો કરતા હતા કે અહીં ભૂત રહે છે. આ સ્ટેશન માત્ર 7 વર્ષ સુધી જ ચાલુ રહ્યું.

7 વર્ષ પછી આ સ્ટેશન પર વિચિત્ર ઘટનાઓ ઘટવાની શરૂ થઈ. વર્ષ 1967માં બેગુનકોડોર રેલ્વે સ્ટેશનના એક કર્મચારીએ દાવો કર્યો હતો કે તેણે સ્ટેશન પર એક ડાકણ જોઈ છે. આ દાવા અનુસાર, આ સ્ટેશન પર એક સફેદ સાડીમાં ડાકળ ફરે છે. આના થોડા દિવસો બાદ જ તેનું મોત થયુ હતું.

વાત અહીં પુરી થતી નથી, મોટી સમસ્યા ત્યારે શરૂ થઈ જ્યારે તત્કાલિન સ્ટેશન માસ્ટર અને તેનો પરિવાર રેલવે ક્વાર્ટરમાં મૃત હાલતમાં મળી આવ્યો. અહીં રહેતા લોકોએ દાવો કર્યો હતો કે આ મૃત્યુમાં ભૂતનો હાથ છે.

આ મોત બાદ લોકોમાં એટલો ડર હતો કે સાંજ પડતાની સાથે જ આ વિસ્તારની આસપાસ રહેતા લોકો રેલ્વે સ્ટેશનની નજીક જવાનું ટાળવા લાગ્યા. આ ઘટનાઓ પછી તે ભૂતિયા રેલવે સ્ટેશન તરીકે જાણીતું બન્યું. આ વાત રેલ્વેના અધિકારીક રેકોર્ડમાં પણ સામેલ છે.

આ સ્ટેશનને લઈને કહેવાય છે કે જ્યારે ટ્રેન અહીંથી પસાર થાય છે ત્યારે મહિલાનું ભૂત તેની પાછળ દોડવા લાગે છે. સ્ટેશન પર આવતા લોકો એટલા ડરી ગયા કે સ્ટેશન 42 વર્ષ સુધી બંધ રહ્યું.

અહીં તમને જણાવી દઈએ કે, 42 વર્ષ પછી 2009માં લોકોના કહેવાથી તત્કાલીન રેલ્વે મંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર આ સ્ટેશન ખોલાવ્યુ. ત્યારથી આ સ્ટેશન પર કોઈ ભૂત જોવાનો દાવો કર્યો નથી. જો કે હજુ પણ સૂર્યાસ્ત પછી સ્ટેશન પર લોકો રોકાતા નથી. હાલમાં આ રેલવે સ્ટેશન પર 10 ટ્રેનો રોકાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X