For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pentagonએ UFOના ત્રણ વીડિયો રિલીઝ કર્યા, નેવી પાયલટે રેકોર્ડ કર્યા હતા

Pentagonએ UFOના ત્રણ વીડિયો રિલીઝ કર્યા, નેવી પાયલટે રેકોર્ડ કર્યા હતા

|
Google Oneindia Gujarati News

અમેરિકાના રક્ષા વિભાગે "અજ્ઞાત હવાઈ ઘટના" દેખખાડતા સત્તાવાર રીતે ત્રણ શોર્ટ વીડિયો જાહેર કર્યા છે. 27 એપ્રિલે જાહેર કરાયેલ પોતાના નિવેદનમાં રક્ષા વિભાગે કહ્યું કે વીડિયો 2004 અને 2005માં નૌસેનાના પાયલટો દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યા હતા, 2007 અને 2017માં લીક થયા બાદથી ઈન્ટરનેટ પર શેર થઈ રહ્યા હતા. પેંટાગને પોતાના નિવેદનમાં વીડિયોની લિંક શેર કરતા કહ્યું, વીડિયોમાં દેખાતી હવાઈ વસ્તુ "અજ્ઞાત"ની શ્રેણીમાં જ છે.

UFO દેખાયા

UFO દેખાયા

સોમવારે જાહેર કરાયલે ફુટેજમાં સ્ક્રીન પર તેજીથી ફરતી અજ્ઞાત વસ્તુઓ દેખાડવામાં આવી છે. સીએનએનના અહેવાલ મુજબ ઈંફ્રારેડ કેમેરા દ્વારા તેનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ફુટેજમાં એક અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો છે, જેમાં રેકોર્ડિંગ કરનાર નેવી પાયલટ કહી રહ્યા છે કે 'યૂએફઓ ડ્રોન હોય શકે.'

ડીક્લાસિફિકેશને ઈન્ટરનેટ પર મોટી ચર્ચા

અજ્ઞાત ફ્લાઈંગ ઓબ્ઝેક્ટ અથવા યૂએફઓ દેખાડતા વીડિયોના ડીક્લાસિફિકેશને ઈન્ટરનેટ પર મોટી ચર્ચા પેદા કરી દીધી છે. ટ્વિટર પર #UFP હેશટેગ ટૉપ ટ્રેન્ડમાં છે. આ હેશટેગ સાથે 20 હજાર પોસ્ટ કરવામાં આવી છે. વીડિયોને પણ એક મિલિયનથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. લોકો ટ્વિટર પર પોતાના રિએક્શન પણ આપી રહ્યા છે.

Pentagon

Pentagon

પેંટાગને પોતાના નિવેદનમાં કહ્યું કે યૂએફઓના ફુટેજને સાવધાનીપૂર્વક સમીક્ષા બાદ જનતા દ્વારા કોઈપણ ગેરસમજણ દૂર કરવા માટે જાહેર કરવામાં આવ્યો છે. ઝીણવટપૂર્ણ સમીક્ષા બાદ વિભાગે નક્કી કર્યું કે આ વીડિયોને સત્તાવાર રીતે રિલીઝ કરવાથી સંવેદનશીલ જાણકારી અથવા સિસ્ટમ બહાર નહિ આવે અને અજ્ઞાત હવાઈ વસ્તુની સૈન્ય વાયુ ક્ષેત્રમાં ઘુસણખોરીની તપાસ પર અસર નહિ થાય.

2007 અને 2017માં બિનસત્તાવાર લીક બાદ વીડિયો પહેલીવાર ઑનલાઈન સામે આવ્યા હતા, પરંતુ નૌસેનાએ પહેલા તેની પ્રામાણિકતાની પુષ્ટિ કરી હતી.

Marutiએ 20 દિવસમાં બનાવ્યા 1500થી વધુ વેંટિલેટર્સ, હવે સરકારને ઓર્ડરનો ઈંતેજારMarutiએ 20 દિવસમાં બનાવ્યા 1500થી વધુ વેંટિલેટર્સ, હવે સરકારને ઓર્ડરનો ઈંતેજાર

English summary
pentagon has officially released ufo Video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X