અહીં આજે પણ સાચવી રખાયો છે રાવણનો મૃતદેહ, જાણો કેવો દેખાય છે રહસ્યલોક?

મહાભારત અને રામાયણ સમયના ઐતિહાસિક પાત્રો આજે પણ લોકો માટે જાણવાનો વિષય છે. ખાસ કરીને રાવણ વિશે લોકો આજે પણ જાણવા માંગે છે. સોનાની લંકામાં રહેતા રાવણ વિશે આજે પણ ઘણી દંતકથાઓ પ્રચલિત છે.

કહેવાય છે કે આજે પણ રાવણનો મૃતદેહ સાચવવામાં આવ્યો છે. એક ગુફામાં રાવણનો મૃતદેહ રખાયો છે. આ રહસ્ય લોક વિશે બહુ ઓછા લોકો જાણે છે.

ravan

રાવણની લંકા વિશે તો બધાએ સાંભળ્યુ હશે પરંતુ લંકા હવે કેવી દેખાય છે તેના વિશે કોઈને ખબર નથી. રાવણ તેના પરિવાર સાથે અહીં રહેતો હતો અને પર રાવણનો મહેલ હતો. દંતકથા અનુસાર રાવણ અને તેની પત્ની સિવાય પરવાનગી વિના કોઈ પણ ત્યાં પહોંચી શકતુ નથી.

જ્યાં રાવણનો મહેલ હતો તે જગ્યા શ્રીલંકામાં સિગિરિયાના નામે જાણીતી છે. રાવણે એક દુર્ગમ અને વિશાળ ખડકાળ ટેકરી પર પોતાનો મહેલ બનાવ્યો હતો.
આશ્ચર્યજનક વાત એ છે કે આ મહેલ સુધી પહોંચવા માટે 1000 પગથિયાં ચઢવા પડે છે. શ્રીલંકામાં સાંભળવામાં આવતી દંતકથા અનુસાર, જ્યારે લિફ્ટ જેવી કોઈ વસ્તુ ન હતી ત્યારે રાવણને મહેલ સુધી પહોંચવા માટે આવી જ વ્યવસ્થા કરી હતી.

જાણકારો જણાવે છે કે, રાવણનું સામ્રાજ્ય શ્રીલંકાના બદુલ્લા, અનુરાધાપુરા, કેન્ડી, પોલોન્નુરુવા અને નુવારા એલિયા સુધી ફેલાયેલું હતું. એવું પણ કહેવાય છે કે સિગિરિયામાં રાવણનો અનોખો અને આલીશાન મહેલ ભગવાન કુબેરે પોતે બનાવ્યો હતો.

આ બધી વાતો માત્ર કલ્પના નથી હકીકત છે. સિગિરિયા ખડકની ટોચ પર એક પ્રાચીન મહેલના અવશેષો જોવા મળે છે. અહીં કિલ્લેબંધી, ટેરેસ બગીચાઓ, તળાવો, નહેરો, શેરીઓ અને ફુવારાઓ છે. આનાતી અનુમાન લગાવવામાં આવે છે કે આ રાવણનો મહેલ હોવો જોઈએ.

સ્થાનિકો અનુસાર, રાવણના મૃતદેહને રગેલાના જંગલોમાં લગભગ 8 હજાર ફૂટની ઊંચાઈએ રાખવામાં આવ્યો છે. લોકોનું કહેવું છે કે રાવણના મૃત શરીરને મમી બનાવીને રખાયુ છે. તેના પર આવો લેપ લગાવવામાં આવ્યો હતો જેથી મૃત શરીર બગડે નહીં. જો કે રાવણના મૃતદેહને લઈને હજુ સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X