ઓફિસમાં ફ્રેન્ડશીપ કરવી જોઈએ કે નહીં? આજે જ જાણી લો નહીં તો થઈ જશે નુકસાન
સામાન્ય રીતે કામના સ્થળે સબંધો બાંધવાની બચીને ફોર્મલ રહેવાનો પ્રયાસ કરાય છે. જો કે માણસ તેના નેચર પ્રમાણે કોઈને કોઈ વ્યક્તિ નજીક આવી જ જાય છે અને તેમાંથી ફ્રેન્ડશીપ શરૂ થાય છે. ઓફિસમાં ફ્રેન્ડશીપ રાખવી કે નહીં તેને લઈને દરેક લોકોના અંગત મંતવ્યો હોય છે.
બાળપણ અને સ્ટડી સાથે સાથે ઓફિસમાં પણ તમારા મિત્રો બને છે. ઓફિસની દોસ્તી બાળપણ અને શાળા-કોલેજ કરતા થોડી અલગ હોય છે. આમાં સંબંધ ફોર્મલ હોય છે.

તમે તમારા શાળા-કોલેજના મિત્રો સાથે જે રીતે મજાક કરી શકો પરંતુ ઓફિસના મિત્રો સાથે તે કરી શકતા નથી. ઓફિસની ફ્રેન્ડશિપમાં સમજ અને મેચ્યોરિટી નહીં બતાવો તો તમને નુકસાન થઈ શકે છે.
ઓફિસ ફ્રેન્ડશિપમાં તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવુ પડે છે. રિસર્ચથી સાબિત થયું છે કે કામના સ્થળે મિત્રતા તમારા કામને વધારે અસરકારક અને તમને ખુશ રાખે છે. આ સાથે કામ સિવાય તમારા ભાવનાત્મક અને આંતરિક સંબંધો પણ મજબૂત બને છે. ઓફિસના મિત્રો તમને સારી કારકિર્દીની તકો આપી શકે છે.
ઓફિસ ફ્રેન્ડ સાથે બોન્ડિંગ મજબૂત કરવા તમારે તેમની થોડી મદદ કરવી પડશે અને તેમની કાળજી પણ રાખો. અહીં એ પણ ધ્યાનમાં રાખો કે તમારી અંગત વસ્તુઓ શેર કરવાનું ટાળો. વધુ પડતું બોલીને તમારી જાતને નુકસાન પહોંચાડો છો.
ઓફિસમાં કેટલાક નિયમો અને મર્યાદાઓ હોય છે તેનું ધ્યાન રાખવાની જરૂર છે. ઓફિસના મિત્રો સાથે કેજ્યુઅલ બિહેવ કરવાનું ટાળો. જો તમે આમ કરશો તો તમારી ઈમેજ પર અસર થશે.
ઓફિસમાં સૌથી મહત્વની બાબત એ છે કે તમે એક મિત્ર સામે બીજા સહકર્મચારી વિશે ખરાબ વાત ન કરો. બની શકે છે કે તમે જેને મિત્ર માની રહ્યા છો તે વ્યક્તિ તમારી બધી વાત બીજા સહકર્મીને કહી શકે છે. આ તમને નુકસાન પહોંચાડી શકે છે.












Click it and Unblock the Notifications
