For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાત મહિનામાં 7 વખત કરડ્યો સાપ, જાણો સાપના બદલાની સત્ય ઘટના વિશે

ઉત્તર પ્રદેશના રામપુરમાં એક વ્યક્તિ કાળા નાગના ડરના ઓથા હેઠળ જીવન જીવી રહ્યો છે. ખરેખર, આ સાપે તેને સાત વાર કરડી ચૂક્યો છે.

|
Google Oneindia Gujarati News

રામપુર, 17 એપ્રીલ : ઉત્તર પ્રદેશના રામપુરમાં એક વ્યક્તિ કાળા નાગના ડરના ઓથા હેઠળ જીવન જીવી રહ્યો છે. ખરેખર, આ સાપે તેને સાત વાર કરડી ચૂક્યો છે. અત્યાર સુધી તે કોઈપણ રીતે બચી ગયો હતો, પરંતુ તેને ડર છે કે સાપ તેને ગમે ત્યારે મોતને ઘાટ ઉતારી શકે છે.

ગામલોકો યુવકના ઘરે તેને જોવા માટે પહોંચી રહ્યા છે

આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. ગામલોકો યુવકના ઘરે તેને જોવા માટે પહોંચી રહ્યા છે. દરેકના મનમાં એક સવાલ છે કે, નાગિન યુવક સાથે શા માટે બદલો લેવા માગે છે. ચાલો જાણીએ સમગ્ર ઘટના વિગતવાર.

લાકડી વડે માર મારીને સાપને દાટી દીધો હતો

લાકડી વડે માર મારીને સાપને દાટી દીધો હતો

રામપુરના સ્વાર તાલુકા વિસ્તારના ગામ મિર્ઝાપુરનો રહેવાસી એહસાન ઉર્ફે બબલુ ખેતીવાડીમાં કામ કરે છે. બબલુના કહેવા મુજબ સાત મહિના પહેલા તેણે લાકડી વડેસાપને મારી નાખ્યો હતો.

જેમાં નગણી ઘટનાસ્થળેથી ભાગી ગઇ હતી, અને માદા સાપે તેના મૃત સાપનો બદલો લેવાનું નક્કી કર્યું હતું. બબલુના જીવન અને નાગનાબદલાની આ આશ્ચર્યજનક સ્ટોરી દૂર દૂર સુધી ફેલાઈ ગઈ છે.

યુવકને સાત મહિનામાં સાત વખત સાપે ડંખ માર્યો

યુવકને સાત મહિનામાં સાત વખત સાપે ડંખ માર્યો

બબલુ સતત કાળા નાગના ડરના પડછાયામાં જીવે છે. બબલુએ જણાવ્યું કે, 7 મહિના પહેલા મારા પર બે સાપે હુમલો કર્યો હતો. મેં એક સાપને મારીને દાટી દીધોહતો, પણ એક સાપ બચીને ભાગી ગયો હતો, પરંતુ 7 મહિનાથી મારી પાછળ એક નાગ પડેલો છે. મને 7 વખત કરડવા આવ્યો છે. આ સાપ બબલુની લાકડીના મારથીપોતાને બચાવીને ભાગી જાય છે.

'હંમેશા ભયના ઓથા હેઠળ જીવે છે'

'હંમેશા ભયના ઓથા હેઠળ જીવે છે'

બબલુએ જણાવ્યું હતું કે, મારે ચાર નાના બાળકો છે અને હવે હું હંમેશા ભયના છાયા હેઠળ રહું છું. જો મને કંઈક થશે તો મારા પરિવારનું શું થશે? ખેતરના માલિકસત્યેન્દ્રએ જણાવ્યું કે, આજથી 7 મહિના પહેલા એહસાનને સાપે ડંખ માર્યો હતો જે એક નાગ-નાગણીની જોડી હતી.

એહસાને તેમાંથી એકને મારી નાખ્યો હતો, ત્યારપછીતેને ગમે ત્યારે સાપ કરડે છે અને તેને હોસ્પિટલમાં જવું પડે છે. આ સ્ટોરી હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.

English summary
Snake bitten 7 times in seven months, read the true story of snake revenge
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X