અજીબ ગજબ અંતિમવિધિઓ, જ્યાં મડદાને સજાવી બાઇક પર મૂકી..

જ્યારે કોઇ આપણું પોતાનું આ દુનિયાથી વિદાય લે છે ત્યારે તેને ગુમાવાનો શોક પરિવારને જરૂરથી હોય છે. પણ અનેક પરિવારો અંતિમવિધિને દુખના અવસર તરીકે નથી જોતા અને તે પોતાના આ પ્રિયજનની છેલ્લી વિદાય એટલે કે અંતિમવિધિને કંઇક ખાસ રીતે ઉજવી તેને હસતા રમતા વિદાય કરે છે.

ત્યારે આજે અમે તમને આવી જ કેટલીક અજીબો ગરીબ અંતિમવિધિઓ વિષે જણાવાના છીએ. જેમાં પરિવારજનોએ ક્યાંક મૃતકની આખરી ઇચ્છાને માન આપ્યું છે તો ક્યાંક કંઇક અલગ કરવાની ચાહ દેખાય છે. ત્યારે મજાની વાતતો એ નીચેના સ્લાઇડરમાં તમે જે પણ ફોટો જોશોને તે જોઇને તમને ખરેખરમાં એક મિનિટ માટે આંચકો લાગશે કે તમે કોઇની અંતિમવિધિની તસવીરો જ જોઇ રહ્યા છોને? તો જુઓ આ દેશ અને દુનિયાની આ અનોખી અંતિમ વિધિઓ અને તેની તસવીરો....

એક બોક્સરની અંતિમ વિદાય

એક બોક્સરની અંતિમ વિદાય

ક્રિસ્ટોફર રિવેરા અમોરાની એક ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે એક પ્રોફેશનલ બોક્સર હતો. અને માટે જ તેની મૃત્યુની અંતિમવિધિમાં તેને આ રીતે બોક્સના કપડા પહેરાવી રિંગમાં ઊભો રાખવામાં આવ્યો હતો.

લગ્નનો દિવસ બન્યો વિદાયનો દિવસ

લગ્નનો દિવસ બન્યો વિદાયનો દિવસ

ચેડિલ ડેફ્ફીની એક કાર અકસ્માતમાં મોત થઇ હતી. ત્યારે તેના પ્રેમીએ તેના મૃત શબ સાથે લગ્ન કરીને તેને અંતિમ વિદાય આપી હતી. અને તેને તેના વેડિંગ ડ્રેસ સાથે જ દફનાવામાં આવી હતી.

આ માણસ જીવતો નથી મરી ગયો છે!

આ માણસ જીવતો નથી મરી ગયો છે!

Edgardo Velazquez નામનો આ માણસ એમ્બ્યુલન્સ સેવા આપતો હતો. તેના કામ અને દર્દીઓ પ્રત્યેના તેના પ્રેમના કારણે તેની મોત બાદ પણ તેની અંતિમ વિધિ તેને એમ્બ્યુલન્સમાં આવી રીતે બેસાડીને કરવામાં આવી હતી જે રીતે તે રોજ એમ્બ્યુલન્સમાં બેસીને લોકોની મદદ માટે જતો હતો.

બાઇક સાથે દફનાવ્યો

બાઇક સાથે દફનાવ્યો

22 વર્ષના મોટરબાઇક પ્રેમીની અંતિમ ઇચ્છા મુજબ તેની સુપર બાઇક સાથે જ તેને દફનાવામાં આવ્યો. મૃત્યુ બાદ પણ 3 દિવસ સુધી તેના શબને આ રીતે બાઇક પર મૂકી રાખી તેની અંતિમવિધિ કરવામાં આવી.

આ યુવક પણ જીવતો નથી!

આ યુવક પણ જીવતો નથી!

24 વર્ષીય એન્જલ પાન્ટોજા મેડિનાને માથે ગોળી મારી નદીમાં ફેકવામાં આવ્યો હતો. તેની આવી ધાતકી મૃત્યુ બાદ તેની માતાએ તેની અંતિમ વિધિમાં કંઇક અલગ રીતે કરવાની વિચારી. અને તેને તેની પ્રિય રેપર ટોપી તેની આવી રીતે ખુશ મિજાજી રીતે ઊભો રાખી તેને વિદાય આપી.

હાર્લી ડેવિડસન સાથે કરાયો દફન

હાર્લી ડેવિડસન સાથે કરાયો દફન

ઓહિયાના આ 82 વર્ષીય વ્યક્તિની અંતિમ ઇચ્છા હતી કે તેને તેની ફેવરેટ હાર્લી ડેવિડસન બાઇક સાથે દફન કરવામાં આવે. જે મુજબ ફેંફસાના કેન્સરથી તેની મોત બાદ તેને આ રીતે દફનાવામાં આવ્યો.

આ છોકરો જીવતો જ લાગે છે ને!

આ છોકરો જીવતો જ લાગે છે ને!

આ 24 વર્ષીય યુવાન પર 15 વાર ગોળી ચલાવવામાં આવી. ત્યારે તેના કુંટુંબીઓએ તેને ખુરશી પર બેસાડીને તેની અંતિમવિધી યોજી હતી. તેની અંતિમવિધિ પર આવનાર તમામને તેવું જ લાગતું હતું કે તે હજી પણ જીવીત છે!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X