લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા વ્યક્તિએ હવે એક જ મંડપમાં બે મહિલાઓ સાથે કર્યા લગ્ન
તેલંગાનાના એક નાનકડા ગામમાં રહેતા આદિવાસી વ્યક્તિએ બે મહિલાઓ સાથે એક જ મંડપમાં લગ્ન કર્યા છે. જેમની સાથે તે ઘણા સમયથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેતો હતો.
Live-In-Relationship: ભારતમાં મોટા શહેરોમાં લિવ-ઈન રિલેશનશિપનુ ચલણ ભલે ગમે તેટલુ વધી ગયુ હોય પરંતુ ગામડાઓ અને નાના શહેરોમાં તેને સારુ માનવામાં આવતુ નથી. હાલમાં લિવ-ઈન રિલેશનશિપને લઈને એક એવો મામલો સામે આવ્યો જેણે સહુને ચોંકાવી દીધા છે. તેલંગાનાના એક નાનકડા ગામમાં રહેતા આદિવાસી વ્યક્તિએ બે મહિલાઓ સાથે એક જ મંડપમાં લગ્ન કર્યા છે. જેમની સાથે તે ઘણા સમયથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેતો હતો. તેલંગાનાના આ વિચિત્ર લગ્નએ લોકોની ચિંતા વધારી દીધી અને લોકો આના પર જોરદાર કમેન્ટ કરી રહ્યા છે.

એક જ મંડપમાં બે મહિલા પાર્ટનર સાથે કર્યા લગ્ન
ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, તેલંગાણાના ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લાના એક દૂરના ગામ યેરાબોડના રહેવાસી આ આદિવાસીએ બુધવારે કથિત રીતે બે મહિલાઓ સાથે એક જ મંડપમાં લગ્ન કર્યા, જેની સાથે તે સંબંધમાં હતો.માદિવી સાથીબાબુ નામના આ વ્યક્તિએ એક જ સમારંભમાં બે મહિલાઓ સાથે અને તેમના માતા-પિતાની પરવાનગીથી લગ્ન કર્યા હતા. લગ્નના કાર્ડ પર વરરાજા સાથે બે મહિલાઓના નામ તેમના માતા-પિતાના નામ સાથે લખવામાં આવ્યા હતા.

છેલ્લા ત્રણ વર્ષથી રિલેશનશિપમાં હતો
એક પછાત ગામમાં રહેતો આદિવાસી માદિવી છેલ્લા ત્રણ વર્ષથી દોસીલલ્લી અને કુર્નાપલ્લીની બે મહિલાઓ સાથે સંબંધમાં હતો, જે એક જ મંડલના આદિવાસી ગામો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે બંને મહિલાઓથી તેને બે બાળકો છે. મંગળવારે આ અનોખા લગ્નનુ કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ગ્રામજનોએ ઝડપથી એક જ મંડપમાં બે મહિલાઓને સાત ફેરા મરાવીને આ યુવકના લગ્ન કરાવી દીધા. બંને દુલ્હનના પરિવારોએ સ્વેચ્છાએ સમારોહમાં ભાગ લીધો હતો અને વરરાજાના નિર્ણય સામે પણ તેમને કોઈ વાંધો નહોતો.

બંને મહિલાઓ કેવી રીતે માની
ગામના એક વડીલે મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યુ કે લગ્ન પારિવારિક વિવાદ વગર થયા હતા. ચેરલા મંડલના દોષાપલ્લી ગામની રહેવાસી સ્વપ્ના, જે કથિત રીતે સાથીબાબુનો પહેલો પ્રેમ છે, તેણે શરૂઆતમાં બીજી સ્ત્રી સાથે લગ્ન કરવાના તેના પગલા સામે વાંધો ઉઠાવ્યો હતો પરંતુ જ્યારે વરરાજાએ આખરે જાહેરાત કરી કે તે બંને સ્ત્રીઓ સાથે લગ્ન કરશે ત્યારે તે સંમત થઈ ગઈ.

બંને લિવ-ઈન પાર્ટનરથી થઈ ચૂક્યા છે બાળકો
સાથીબાબુ અને સ્વપ્ના તેમના વિદ્યાર્થીકાળથી જ પ્રેમમાં હતા. જે બાદ બંનેએ લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાનુ નક્કી કર્યુ પરંતુ બાળકના જન્મ પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. બીજી તરફ, સાથીબાબુ કર્નેપલ્લી ગામની રહેવાસી સુનીતા સાથે લિવ-ઈન રિલેશનશિપમાં હતો તેનાથી એક બાળક પણ થઈ ગયુ. લિવ-ઇન રિલેશનશિપમાંથી બે નવજાત બાળકો સાથે, મહિલાના પરિવારોએ ટૂંક સમયમાં તેલંગાણાના પુરુષને લગ્ન માટે તેનો હાથ માંગવાનુ શરૂ કર્યુ.

બે યુવતીઓ સાથે લગ્ન માન્ય છે?
આદિવાસી રિવાજ મુજબ વરરાજા બે છોકરીઓ સાથે લગ્ન કરે તે અસામાન્ય નથી, તેથી લગ્ન કરવા માટે ગામના વડીલો દ્વારા આ બાબતની ચર્ચા કરવામાં આવી હતી અને ગ્રામજનોએ બંને મહિલાઓ અને તેમના બાળકોના ભવિષ્યને જોકા બંને મહિલાઓ સાથે લગ્ન કરવાની મંજૂરી આપી હતી. જો કે હિંદુ લગ્ન કાયદા અનુસાર બે મહિલાઓ સાથેના લગ્નને માન્ય ગણવામાં આવતા નથી.












Click it and Unblock the Notifications
