આ જીવનું લોહી વેચાય છે લાખો રૂપિયામાં એક લિટર, જાણો ક્યાં જોવા મળ છે જીવ?
વિશ્વના વિવિધ જંગલો અને સમુદ્રમાં મોટી જૈવ વિવિધતા જોવા મળે છે. આ જીવોમાં કેટલાક દુર્લભ જીવ છે અને માણસ તેની લાલસા માટે તેનો ઉપયોગ કરે છે. આ જીવો તેની વિવિધતાને કારણે માણસની લાલચનો ભોગ બને છે. આજે આવા જ એક જીવ વિશે વાત કરવાના છીએ. આ જીવનું લોહી લાખો રૂપિયામાં લિટર વેચાય છે.
આજે અમે જે જીવ વિશે વાત કરી રહ્યા છીએ તેનુ લોહી દુનિયામાં સૌથી મોંઘુ માનવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે સામાન્ય રીતે લોહીનો રંગ લાલ હોય છે ત્યારે આ જીવના લોહીનો રંગ અલગ અને તે સૌથી અલગ પ્રકારનું છે.

આ જીવ ઉત્તર અમેરિકાના સમુદ્રમાં જોવા મળતી એક કરચલાની જાત છે. હોર્સશૂ ક્રેબ નામનો આ જીવ સામાન્ય કરચલા જેવો દેખાય છે પરંતુ તેના 10 પગ અને 10 મોં હોય છે. ઘોડાની નાળ જેવા દેખાવને કારણે તેનું નામ હોર્સશુ ક્રેબ પડ્યુ છે.
અહેવાલો અનુસાર, તેના લોહીને અમૃત સમાન માનવામાં આવે છે. તેનાથી શરીરમાં રહેલા ખરાબ બેક્ટેરિયાની ઓળખ થઈ શકે છે અને કોઈપણ ખતરનાક બેક્ટેરિયા વિશે સચોટ માહિતી આપે છે. ઘણી દવાઓની આડઅસર વિશે પણ જાણી શકાય છે.
મેડિકલ સાયન્સમાં હોર્સશૂ ક્રેબના લોહીની માંગ એટલી વધારે છે કે તે લગભગ 10 લાખ રૂપિયા પ્રતિ લીટર વેચાય છે. એક રિપોર્ટ અનુસાર, લોહી કાઢવા માટે દર વર્ષે 5 લાખથી વધુ હોર્સશૂ ક્રેબને મારવામાં આવે છે. તેના લોહીમાં કોપર આધારિત હિમોસાયનિન હોય છે, જે શરીરના તમામ ભાગોમાં ઓક્સિજન પહોંચાડે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે જ્યાં માણસો અને અન્ય પ્રાણીઓના લોહીનો રંગ લાલ હોય છે ત્યારે હોર્સશુ ક્રેબના લોહીનો રંગ નીલો હોય છે. વિશ્વમાં આ એકમાત્ર પ્રાણી છે જેના લોહીનો રંગ વાદળી છે. આ કરચલામાં બહુ માંસ નથી હોતું અને તેનેજાપાન અને તાઈવાનમાં ખાવામાં આવે છે. આ કરચલામાં બહુ ઓછા ઝેરી તત્વો હોય છે.












Click it and Unblock the Notifications
