વરરાજાનું હતું ફોટોગ્રાફર સાથે અફેર, દુલ્હનને જાણ થઈ તો….
આ દુનિયામાં એવી એવી અજીબ ઘટનાઓ ઘટતી રહે છે જેના વિશે તમે વિચાર્યુ પણ ન હોય. હવે આવી જ એક ઘટના સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ઘટના અનુસાર, એક દુલ્હનને તેના વરનું ફોટોગ્રાફર સાથે અફેર હોવાની જાણ થતા તેને રિફંડની માંગણી કરી લીધી.
ઘટના અનુસાર, લગ્નમાં ફોટોગ્રાફી માટે આવેલી મહિલા સાથે વરરાજાને અફેર હતું. દુલ્હનને આ વાતની જાણ થતાં ભડકી ગઈ. એટલી ભડકી કે ફોટોગ્રાફરને રિફંડ આપવા કહી દીધુ.

હાલમાં જ આ પોસ્ટ Reddit પર પોસ્ટ વેડિંગ ફોટોગ્રાફી એકાઉન્ટ પર શેર કરવામાં આવે છે. આ પોસ્ટમાં લખ્યુ છે કે, મારા બીજા પાર્ટનર સાથેના અફેરની ખબર આવ્યા બાદ દુલ્હને રિફંડની માંગ કરી છે. અહીં પુરી વિગતો સાથે આ પોસ્ટ કરવામાં આવી છે. આ પોસ્ટમાં લખ્યું છે કે, મેં આ છોકરીને લગ્નમાં ફોટોગ્રાફીમાં મદદ કરવા માટે હાયર કરી છે. લગ્નના દિવસ સુધી બધું બરાબર હતું. તેણે ફોટો લીધા અને મને આપ્યા. મને પણ આ અફેરનો ખ્યાલ ન આવ્યો.
પોસ્ટમાં આગળ જણાવ્યુ કે, મામલો ત્યારે અજીબ લાગ્યો જ્યારે દુલ્હને મને ઈમેલ લખીને રિફંડ માંગ્યું. મહિલાએ દાવો કર્યો કે જે મહિલાને ફોટોગ્રાફી માટે મોકલી હતી તે લગ્ન બાદ વરરાજા સાથે હતી અને બન્ને સાથે સુતા હતા.
આ બબાલમાં દુલ્હને પુરાવા તરીકે વરરાજાના ફોટા પણ મોકલ્યા. આ તસવીરો દુલ્હને પોતાના મોબાઈલ કેમેરાથી લીધી હતી. ફોટોગ્રાફરે કહ્યું કે, મને તમારા માટે ખરાબ લાગે છે પરંતુ હું તમને પૈસા પાછા નહીં આપી શકું. કારણ કે કંઈક એવુ બન્યુ, જેના પર મારૂ કોઈ નિયંત્રણ નહોતુ.
હવે આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પોસ્ટ પર એક યુઝર્સે કમેન્ટ કરતા લખ્યુ કે, આમાં તમારો શું વાંક?. મારા મતે પૈસા પાછા ન આપવા જોઈએ. બંને વચ્ચેની વાત છે. તેને ઉકેલવા દો.
અન્ય એક યુઝર્સે લખ્યુ કે, તેમને કહો કે દિલગીર છીએ પરંતુ પૈસા રિફંડ કરવા યોગ્ય માર્ગ નથી. કેટલાક લોકોએ તે મહિલા સાથે પણ વાત કરવાનું કહ્યું, જેથી વાસ્તવિકતા બહાર આવી શકે.












Click it and Unblock the Notifications
