• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અઘોરીઓ અને તાંત્રિકોની દેવી, માં કામાખ્યાની 10 રોચક વાતો

|

ભારતમાં અન્ય કોઇ પણ જગ્યા આટલી ચમત્કારી અને રહસ્યમઇ નથી જેટલી ગુવાહાટીથી 8 કિલોમીટર દૂર કામગિરી કે નિલાચલ પર્વત પર આવેલ માતા કામાખ્યાનું મંદિર છે. આ મંદિરમાં પ્રવેશ કરતા જ તમને એક અલૌકિક અભાસ થાય છે. વધુમાં આ મંદિરમાં ભારતભરના તાંત્રિકો અને અઘોરી બાબાઓ તેમનો અડ્ડો જમાવીને બેઠા હોય છે. આ ખરેખરમાં ભારતભરના તાંત્રિકો અને કાળા જાદુનું ઘર છે.

કામાખ્યા મંદિરને 51 શક્તિપીઠમાંથી એક માનવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે સતીજી અગ્નિમાં પડ્યા ત્યારે શંકર ભગવાન તેમના મૃત શરીરને લઇને તાંડવ કરવા લાગ્યા. પૃથ્વીનો અંત ના થઇ જાય તે માટે વિષ્ણુએ સુદર્શન ચક્રથી માતાના 51 ટૂકડા કર્યા જેમાંથી માંની યોનિ આ સ્થળે આવીને પડી.

વધુમાં કહેવાય છે કે કામગિરી પર્વત પર માતા પાર્વત અને ભગવાન શંકર રતિક્રિયા માટે આવતા હતા. ત્યારે આ મંદિરની કેટલીક રોચક અને ચમત્કારિક માહિતી જાણો આ ફોટોસ્લાઇડરમાં...

માં કામાખ્યા

માં કામાખ્યા

કામાખ્યા દેવીની અહીં ભગવાન શંકરની યુવાન પત્ની તરીકે પૂજા થાય છે. કામાખ્યા દેવીને મોક્ષ આપનારી અને તમામ ઇચ્છોને પૂર્ણ કરનારી દેવી છે. માં કામાખ્યા તમામ તાંત્રિકોની સૌથી મહત્વપૂર્ણ દેવી છે અને તેને માં કાળી, અને માં ત્રિપુરા સુંદરની જેમ જ પૂજાય છે.

યોનીની પૂજા

યોનીની પૂજા

આ મંદિરમાં કોઇ મૂર્તિ નથી. આ મંદિરના ગર્ભગૃહમાં એક યોની આકારનો પથ્થર છે. જે પ્રાકૃતિક રીતે પાણી છોડે છે. આ પાણીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને મનાય છે કે આને રોજ પીવાની તમામ પ્રકારના રોગ મટી જાય છે.

રચૈયતા

રચૈયતા

કહેવાય છે કે આ યોનિથી જ દુનિયાના તમામ જીવોનું સર્જન થયું છે. અહીં માતાને જીવનના પ્રતીક સ્વરૂપે જોવામાં આવે છે.

માસિક સમય

માસિક સમય

સામાન્ય રીતે સ્ત્રીના માસિક સમયને અપવિત્ર માનવામાં આવે છે. પણ એક માત્ર કામાખ્યા દેવીની જ તેમના માસિક સમયમાં પૂજા કરવામાં આવે છે.

બ્રહ્મપુત્રના પાણી થાય છે લાલ

બ્રહ્મપુત્રના પાણી થાય છે લાલ

દર વર્ષે આ મંદિર નજીક વહેતી બ્રહ્મપુત્રા નદીના પાણી 3 દિવસ માટે લાલ થઇ જાય છે. જે દરમિયાન અમ્બુબચી મેળાનું આયોજન કરવામાં આવે છે. આ ત્રણ દિવસની અંતે ભક્તો પ્રસાદી રૂપે આ લાલ પાણીથી કપડું ભીનું કરે છે અને તેને પ્રસાદ તરીકે પ્રાપ્ત કરે છે.

અમ્બુબચી મેળો

અમ્બુબચી મેળો

અમ્બુબસી કે અમ્બુબચી નામે ઓળખાતા માં કામાખ્યાના આ પ્રસિદ્ધ મેળાને આસામનો મહાકુંભ કહેવાય છે. "અમ્બુ" એટલે મૂળ અને "બચ્ચી" એટલે ફળવું તેવો મતલબ થાય છે અમ્બુબચીનો. આ ઉત્સવને માતાની પ્રસવ થવાની શક્તિની ઉજવણીના ભાગરૂપે ઉજવાય છે. અને અહીં મોટી સંખ્યામાં અઘોરી અને તાંત્રિક સાધુઓ આ દરમિયાન ભાગ લે છે.

શક્તિ તાંત્રિક

શક્તિ તાંત્રિક

અમ્બુબચીના આ 3 દિવસોમાં કાળો જાદુ અને તાંત્રિક શક્તિઓ શિખર પર હોય છે. માટે જ તાંત્રિકો માટે આ સમય ખૂબ જ મહત્વનો હોય છે. નોંધનીય છે કે આ સમયે મોટાભાગના સાધુઓ માની કાળી શક્તિનું આહ્વાહન કરે છે.

તંત્રિકોની જન્મભૂમિ

તંત્રિકોની જન્મભૂમિ

અનેક ગ્રંથોમાં કામાખ્યાના મંદિરને તંત્રવિદ્યાનું મૂળ અને ઘર માનવામાં આવ્યું છે. કૌલ તંત્રના મોટા ભાગના તાંત્રિક કામાપુરાના જ છે તેવું માનવામાં આવે છે. વધુમાં તેવી પણ માન્યતા છે કોઇ પણ તાંત્રિક કામાખ્યા દેવીની સાધાના કર્યા વગર સંપૂર્ણતા નથી મેળવી શકતો.

ચમત્કાર

ચમત્કાર

કહેવાય છે કે અહીંના સાઘુઓ અને તાંત્રિકો કોઇ પણ ચમત્કાર કરવા સક્ષણ છે. અને અનેક લોકો તેમની સમસ્યા લઇને આ તાંત્રિકો પાસે આવે છે અને સચોટ ઉપાય મેળવે છે. વધુમાં કહેવાય છે કે અહીંના તાંત્રિકો કોઇનું બનતું કામ બગાડી શકે છે. જો કે માતાએ આ લોકોને તેમની શક્તિનો ન્યાયપૂર્ણ ઉપયોગ કરવાનું કહ્યું છે.

બલિ

બલિ

અહીં ભેંસ અને બકરાની બલિ પ્રસાદીરૂપે ચઢાવવામાં આવે છે. જો કે અહીં સ્ત્રી પ્રાણીની બલિ ચઢાવવા પર પ્રતિબંધ છે. કન્યા પૂજા અને ભંડારો ભરવાની પ્રથા દ્વારા પણ અહીં ભક્તો માતાને પ્રસન્ન કરે છે.

કાળા જાદુથી મુક્તિ

કાળા જાદુથી મુક્તિ

માન્યતા છે કે અહીં ભૂતપ્રેત અને તમામ પ્રકારના પ્રખંડ કાળા જાદુથી પીડાતા લોકોને આ જાદુ અને ભૂતપ્રેતથી મુક્તિ મેળે છે.

મહાવિદ્યા

મહાવિદ્યા

કામાખ્યા દેવી સિવાય અહીં દસ મહાવિદ્યા દેવીના પણ મંદિરો છે. જેમાં માતંગી, કમલા, ભૈરવી, કાલી, ત્રિપુરા સુંદરી, તારા જેવી દૈવીઓની પૂજા અર્ચના કરવામાં આવે છે.

મંદિર

મંદિર

કામાખ્યા મંદિર તમને એક અલગ જ દુનિયામાં લઇ જાય છે. જ્યાં ભ્રમ અને સચ્ચાઇ વચ્ચે ખૂબ જ જીણી રેખા હોય છે.તમે તેમાં માનો કે ના માનો પણ તમે જ્યારે આ જગ્યાની મુલાકાત લો છો ત્યારે તમે એક અગમ્ય રહસ્ય અને દિવ્ય શક્તિનો અનુભવ કરો છો.

English summary
No place in India is as mysterious and magical as the Kamakhya temple. The temple, located on Kamagiri or Neelachal Parbat (eight kilometers from Guwahati), is the abode of the supernatural and occult. It is sacred to the tantriks all over India and is home to black magic and tantrik practices.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more