3 અબજનો માલિક અચાનક બની ગયો કંગાલ, ખાતામાં બચ્યા માત્ર 10 હજાર
વ્યક્તિનું ભાગ્ય ક્યારે બદલાશે તે કોઈ જાણતું નથી. ક્યારેક રસ્તા પર રહેતો વ્યક્તિ રાતોરાત કરોડપતિ બની જાય છે, તો ક્યારેક મહેલોમાં રહેતા લોકો પણ ગરીબ બની જાય છે.
વ્યક્તિનું ભાગ્ય ક્યારે બદલાશે તે કોઈ જાણતું નથી. ક્યારેક રસ્તા પર રહેતો વ્યક્તિ રાતોરાત કરોડપતિ બની જાય છે, તો ક્યારેક મહેલોમાં રહેતા લોકો પણ ગરીબ બની જાય છે. હવે આવો જ એક કિસ્સો વેલ્સમાંથી સામે આવ્યો છે, જ્યાં એક અબજોપતિ માણસ અચાનક ગરીબ બની ગયો છે. સ્થિતિ એવી છે કે, હવે તેના ખાતામાં 100 પાઉન્ડ બચ્યા છે. ભારતના હિસાબે આ રકમ 10,000 રૂપિયાની આસપાસ હશે.

3.52 કરોડનો પગાર
ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, એક સમય એવો હતો, જ્યારે 57 વર્ષીય રોબ લોઈડ વેલ્સના સૌથી ધનિક લોકોમાંના એક હતા. તે દરમિયાન તેમનો વાર્ષિક પગાર 3.52કરોડ હતો.
આ સિવાય તેમની પાસે 3.73 અબજથી વધુની સંપત્તિ હતી. લક્ષ્મીજી રોબ પર એટલા દયાળુ હતા કે, તેમણે રેસિંગ યાર્ડ બનાવવા માટે 60 કરોડથી વધુનોખર્ચ કર્યો હતો. જે બાદ 20 કરોડના ઘોડા ખરીદ્યા હતા.

જોવા મળ્યો હતો હિટ શોમાં
રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, રોબ ઈટનફિલ્ડ ગ્રુપ નામની કંપની ચલાવતો હતો. જેનો ધંધો ઘણો સારો હતો. વર્ષ 2009 માં તેને ચેનલ 4 દ્વારા તેના સૌથીપ્રખ્યાત શો 'ધ સિક્રેટ મિલિયોનેર' માં બોલાવવામાં આવ્યો હતો.
તે સમયે પૈસાવાળા લોકો આ શોમાં આવવા માંગતા હતા, પરંતુ હવે સ્થિતિ એવી છે કે, તેઓ સંપૂર્ણપણેગરીબ થઈ ગયા છે. તેની પાછળ પણ એક ખાસ કારણ છે.

અબજોનું દેવું
હકીકતમાં વર્ષ 2011 માં તેમની કંપનીને ઘણું નુકસાન થયું હતું, જેના કારણે તે 2.62 અબજ રૂપિયાના દેવામાં ડૂબી ગયો હતો. આ પછી તે બહામાસમાં એકછેતરપિંડીનો શિકાર બન્યો, જેમાં તેની પાસેથી કરોડો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી.
જેબાદ તેની તબિયત સતત બગડતી રહી. જે વ્યક્તિની પાસે 3 અબજથીવધુની સંપત્તિ હતી, આજે તેના ખાતામાં ભાગ્યે જ 10 હજાર રૂપિયા હશે.

કેન્સરથી પીડિત
2020માં તે લંડન મેરેથોન દોડવા ગયો હતો, ત્યાં તેના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. આ પછી તેણે કહ્યું કે, તે કેન્સરથી પીડિત છે.
આવા સમયે તેણે તેનાઅંગત જીવનમાં પણ ઘણા બધા સામનો કરવો પડ્યો હતો. જ્યારે તે મુશ્કેલીમાં હતો, ત્યારે તેના જીવનસાથીએ એક કરોડપતિ સાથે લગ્ન કર્યા હતા, જ્યારે તેને રોબથીએક પુત્રી પણ હતી.
તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં રોબે કહ્યું હતું કે, બિઝનેસ એક એવી વસ્તુ છે, જેમાં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે. મને શરૂઆતમાં ઘણી સફળતામળી, પરંતુ પછીથી મેં વધુ ગુમાવ્યું. હાલ તેઓ કેન્સરની સારવાર લઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
