આ દેશમાં ઝડપથી વધી રહ્યો છે ભાડાની ગર્લફ્રેન્ડનો ટ્રેન્ડ, એક દિવસના વસૂલે છે અધધ આટલા રૂપિયા
તમે બાઈકથી લઈને વિમાન સુધીની સેવાઓ ભાડે મળતી હોવાની વાતો સાંભળી હશે પરંતુ તમને કોઈ એમ કહે કે ગર્લફ્રેન્ડ પણ ભાડે મળે છે તો તમને વિશ્વાસ નહીં આવે. જો કે આ સત્ય છે અને એક દેશની છોકરીઓ ભાડાની ગર્લફ્રેન્ડ બનીને પોતાને ભાડે આપે છે.
સાંભળવામાં અજીબ લાગે પરંતુ ચીનમાં ગર્લફ્રેન્ડને હાયર કરવાનો બિઝનેસ હાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ અનુસાર, છોકરીઓ પોતાની મરજીથી આ બિઝનેસમાં આવે છે અને મોટી આવક મેળવે છે.

સૌથી ચૌકાવનારી બાબત એ છે કે, વર્કિંગ ગર્લ્સ પણ વીકએન્ડમાં ભાડાની ગર્લફ્રેન્ડ બનીને સારી એવી કમાણી કરી રહી છે. આ માટે 89yn.com નામની એક ખાસ વેબસાઇટ પણ કામ કરી રહી છે.
અહેવાલો અનુસાર, મુમુ નામની એક વર્કિંગ વુમન પણ આ કામ કરે છે. તે કહે છે કે રજાઓ અને ફેસ્ટિવલની સિઝનમાં ભાડાની ગર્લફ્રેન્ડનો દર વધારે હોય છે. આ દરમિયાન છોકરીઓ 360 ડોલર એટલે કે 30 હજાર રૂપિયાથી વધુની રકમ વસૂલે છે.
આવી ગર્લફ્રેન્ડનો એક જ દિવસમાં 4-5 ગ્રાહકો સંપર્ક પણ કરે છે. હાઈ સિઝનમાં તેની કમાણી એક-બે અઠવાડિયામાં 5 લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે.
આ ટ્રેન્ડ વધવા પાછળ ઘણા કારણો છે. ચીનમાં લગ્નને લઈને યુવાનોની વિચારસરણી બદલાઈ રહી છે. માતાપિતા લગ્ન માટે દબાણ કરે ત્યારે છોકરાઓ ફક્ત ઓળખાણ કરાવવા માટે ગર્લફ્રેન્ડને હાયર કરે છે. તેનો માતા-પિતા સાથે પરિચય કરાવે છે અને તેમને ખાતરી આપે છે કે તે પહેલેથી રિલેશનમાં છે.












Click it and Unblock the Notifications
