આ પ્રાણીના દૂધમાંથી બને છે દુનિયાનુે સૌથી મોધુ પનીર, કિંમત જાણીને ચૌકી જશો
એવુ કહેવાય છે કે ગધેડીના દૂધમાં ઘણા ગુણો છે અને તે શરીર માટે ફાયદાકારક છે. સામાન્ય દૂધથી બજારમાં ગધેડીનુ દૂધ ઘણુ મોંઘુ મળે છે. આ તો વાત થઈ દૂધની પણ ગધેડીના દૂધનું પનીર પણ ઘણુ મોંધુ હોય છે.
ગધેડીના દૂધમાંથી બનેલા પનીર અને ચીઝ ખૂબ મોંઘા હોય અને અને તેની કિંમત ચૌકાવનારી છે. આજે અમે તમને જણાવીએ કે ગધેડીના પનીરનું દૂધ કેટલું મોંઘું છે અને પનીર મોંઘું થવાનું કારણ શું છે?

ગધેડીના દૂધમાંથી બનેલા પનીરને મોંઘું પનીર કહેવામાં આવે છે. ગધેડીના દૂધમાંથી બનેલા પનીરના એક કિલોના ભાવ 82 હજાર રૂપિયા આસપાસ હોય છે. તેનું ઉત્પાદન વિશ્વના ઘણા ભાગોમાં વધુ છે, જેમાં સર્બિયા સૌથી આગળ છે. આ મોંઘા પનીરનો અહીં મોટો વેપાર થાય છે.
ગધેડી ગધેડીના દૂધમાંથી બનેલું પનીર મોંઘું હોવાના ઘણા કારણો છે. કહેવાય છે કે ગધેડીના 25 લિટર દૂધમાંથી એક કિલો પનીર બને છે. ગધેડીનું દૂધ ખૂબ મોંઘું હોય છે અને ત્યારપછી તેમાંથી પનીર બનાવવાની પ્રક્રિયા અને એક કિલોમાં વપરાયેલા દૂધની માત્રા તેને વધુ મોંઘી બનાવે છે. અહીં તમને એ પણ જણાવી દઈએ કે ગધેડીના દૂધને સૌથી મોંઘું અને સૌથી સ્વાદિષ્ટ પનીર બનાવવાનું સ્ત્રોત માનવામાં આવે છે.
ગધેડીનું દૂધ 5000 રૂપિયા પ્રતિ લીટરના ભાને વેયાય છે. ગધેડીના દૂધમાં એલર્જીની કોઈ ફરિયાદ નથી રહેતી અને તેમાં લેક્ટિક એસિડ વધુ હોય છે. જેના કારણે પેટમાં કોઈ સમસ્યા નથી થતી. આ ઉપરાંત તેમાં ગાય અને ભેંસના દૂધ કરતાં વધુ ટ્રેસ હોય છે અને તેનો બ્યુટી પ્રોડક્ટમાં વ્યાપકપણે વપરાય છે.
ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક ગધેડીના દૂધમાં ઘણા પૌષ્ટિક તત્વો હોય છે. ગાય કે ભેંસના દૂધની એલર્જી હોય તેના માટે ગધેડીનું દૂધ સારો વિકલ્પ છે. ઘણા વિશેષ તત્વો હોવાને કારણે આ દૂધ ખૂબ મોંઘું પણ છે. આ તત્વો તેને ખાસ બનાવે છે અને ગધેડીના દૂધની કિંમત વધુ હોવાને કારણે તેમાંથી બનતું પનીર પણ ખૂબ મોંઘું છે.












Click it and Unblock the Notifications
