ડાયનાસોર પહેલા પૃથ્વી પર રાજ કરતા હતા આ ભીમકાય પ્રાણીઓ, જાણો કેવી રીતે નાશ પામ્યા?
કહેવાય છે કે આ દુનિયા પર એક વખત ડાયનાસોરનું રાજ હતું. ધરતીના તમામ પ્રદેશોમાં ડાયનાસોર જોવા મળતા હતા. જો કે કોઈ કુદરતી આફતમાં તમામ નાસ પામ્યા. તમને જાણીને નવાઈ લાગશે કે ડાયનાસોર પહેલા પણ પૃથ્વી પર ખતરનાક જીવ જોવા મળતા હતા.
દુનિયાભરમાં વૈજ્ઞાનિકો સતત જીવોને લઈને સંશોધન કરી રહ્યા છે. જેમ જેમ નવા નવા પ્રાણીઓના અવશેષ મળી રહ્યા છે તેમ તેમ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે વૈજ્ઞાનિકોએ હાલમાં આવા જ એક નવા પ્રાણી વિશે ખુલાસો કર્યો છે.

1997 માં ઓસ્ટ્રેલિયામાં એક મરધી પાલન કરનારા વ્યક્તિને એક મોટા પ્રાણીના અવશેષ મળ્યા હતા. તે સમયે વૈજ્ઞાનિકો એ નહોતા જાણી શક્યા કે આ કયું પ્રાણી છે? હવે મોડે મોડે વૈજ્ઞાનિકોએ એક મોટા રાઝ પરથી પરદો હટાવ્યો છે.
વૈજ્ઞાનિકો 26 વર્ષના સંશોધન પછી નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે આ મગર જેવું જ પ્રાણી છે પરંતુ ઘણી રીતે તે તેનાથી અલગ છે. આ પ્રાણીના દાંત ખૂબ જ તીક્ષ્ણ હતા. તેના ચહેરા પર બે સુંઢ તેને અનન્ય બનાવે છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ પ્રાણી કદાચ ડાયનાસોરના યુગનું છે અથવા તો તેનાથી પણ પહેલાનું છે. વૈજ્ઞાનિકોએ આ જીવનું નામ એરેનાએરપેટન સુપિનેટસ રાખ્યું છે. સરળ ભાષામાં કહીએ તો આ એક સુતા સુતા ચાલનાર જીવ હશે.
આ અવશેષોની ઓળખ માટે વૈજ્ઞાનિકોને ઘણો સંઘર્ષ કરવો પડ્યો. 26 વર્ષ સુધી તેના પર વિવિધ રિસર્ચ થતા રહ્યા. આખરે એક્સ-રેની મદદથી આ જીવની ઓળખ થઈ. આ એક્સ-રે સામાન્ય એક્સ-રે મશીન જેવુ નથી હોતુ. તેનો ઉપયોગ વિદેશથી લાવેલા માલને સ્કેન કરવા માટે થાય છે. આની મદદથી ઘણા વર્ષો પછી જાણી શકાયુ કે કે આ જીવ કઈ પ્રજાતિનો છે.
જો કે, હજુ પણ વૈજ્ઞાનિકો તેના વિશે 100 ટકા કહી શકતા નથી કે તે મગરની પ્રજાતિનું પ્રાણી છે કે કેમ? બની શકે કે તે કોઈ ખાસ પ્રજાતિની પ્રજાતિ હોય જેનું અસ્તિત્વ આજ સુધી પૃથ્વી પર ક્યારેય જોવા મળ્યું નથી. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ પ્રાણી તેનો મોટાભાગનો સમય પાણીમાં વિતાવતા હશે અને શિકારમાં માછલીઓ ખાઈને જીવતા હશે.












Click it and Unblock the Notifications
