મોત બાદ વર્ષો સુધી આ અંગોને જીવીત રાખી શકાય છે, થઈ શકે છે ટ્રાન્સપ્લાન્ટ
સામાન્ય રીતે કોઈપણ માણસનું મોત થતા જ તેના તમામ અંગો કામ કરવાનું બંધ થઈ જાય તેવી લોકોમાં ધારણા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ધારણા ખોટી છે. માણસના શરીરમાં ઘણા એવા અંગો છે જે મોતના કલાકો સુધી કામ કરતા રહે છે.
માણસના મોત બાદ તેને ફરીથી જીવતો કરવો શક્ય નથી, પરંતુ તેનામાં રહેલા ઘણા અંગો એવા છે જે મરણ પથારીએ પડેલા વ્યક્તિને જીવીત કરી શકે છે. હૃદય ધબકતું બંધ થઈ જાય પછી મગજમાં ઓક્સિજનનો પુરવઠો પણ બંધ થઈ જાય છે અને બાકીના અંગો ધીમે ધીમે નિષ્ક્રિય થવા લાગે છે.

જે લોકો અંગ દાન કરે તેના મૃત્યુ પછી તેમના શરીરના ઘણા ભાગો કાઢીને અન્ય દર્દીઓને આપવામાં આવે છે. મોટાભાગના કેસમાં આંખોનું દાન કરવામાં આવે છે. મૃત્યુ પછીના 6 કલાકમાં આંખોને શરીરમાંથી ટ્રાન્સપ્લાન્ટ કરી દેવી જરૂરી છે. આ પછી આંખો નેત્ર બેંકમાં રાખવામાં આવે છે અને જરૂરિયાતમંદ દર્દીઓ પર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. મૃત માણસના શરીરમાં આંખો 6 થી 8 કલાક સલામત રહે છે.
આંખો ઉપરાંત કિડની, હૃદય અને લીવર પણ ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. આ અંગોના કોષો મૃત્યુ પછી પણ કામ કરવાનું ચાલુ રાખે છે. તેને મૃત્યુના થોડા કલાકોમાં બહાર કાઢવામાં આવે તો ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. મૃત્યુ પછીના 4 થી 6 કલાકમાં હૃદય બીજા દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરવુ પડે છે. આ સિવાય કિડની 72 કલાક અને લીવર 8 થી 12 કલાક જીવંત રહે છે.
શરીરના સૌથી વધુ સમય જીવતા રહેતા અંગો ત્વચા અને હાડકા છે. આ બન્ને અંગોને 5 વર્ષ સુધી જીવીત રાખી શકાય છે. હૃદયના વાલ્વને 10 વર્ષ સુધી જીવંત રાખી શકાય છે.












Click it and Unblock the Notifications
