આ સંકેતો દર્શાવે છે કે તમે એક તરફી રિલેશનશિપમાં છો, જાણો આ સ્થિતીમાં શું કરવુ?
રિલેશનશિપમાં બે લોકો સાથે હોય તે મહત્વનું હોય છે. જો કોઈપણ એક પાર્ટનર રિલેશનશિપમાં પુરતો રસ ન દાખવે તો આ રિલે્શન એક તરફી બની જાય છે. એક તરફી રિલેશન લાંબો સમય ટકતા નથી ને મોટી સમસ્યાઓ સર્જે છે. આજે આપણે કેટલાક એવા સંકેતો જોવાના છીએ જે દર્શાવે છે કે રિલેશનશિપ એક તરફી છે.

તમારા પાર્ટનર તમારી સાથે ઓછી વાતચીત કરે
આ એક સ્પષ્ટ સંકેત છે કે તમારા પાર્ટનરનો રિલેશનશિપમાં ઈન્ટ્રસ્ટ ઓછો થઈ રહ્યો છે. તેના માટે તમારા કરતા અન્ય વસ્તુઓ પ્રાયોરિટીમાં છે. જો તમારો પાર્ટનર તમને ક્યારેય મેસેજ ન કરે અથવા કૉલ કરવાનો સમય ન હોવાનું બહાનું દેખાડે તો સમજી લો કે આ રિલેશનશિપ એકતરફી છે.
વાત કરવાનો પ્રયાસ કરો તો નારાજ થઈ જાય
જો તમે તમારા પાર્ટનરને મેસેજ કે કોલ કરો અને તે જવાબ આપતો નથી પરંતુ જ્યારે જવાબ આવે છે ત્યારે તે રોષથી ભરાયેલા હોય છે. આ સ્થિતિ થોડા સમય માટે તેમનો સંપર્ક ન કરવાનો પ્રયાસ કરો. આવુ કરવાથી તમારી પરેશાની ઓછી થશે.
તમારા પ્લાનિંગને લઈને ઉત્સાહી ન હોય
જો તમે પ્લાનિંગ કરીને તમામ વસ્તુઓ ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો આ રિલેશનશિપ માટે યોગ્ય સંકેત નથી. તે દર્શાવે છે કે તમે એક તરફી રિલેશનશિપમાં છો. સામેની વ્યક્તિ તમને જોઈને ખુશ થતી નથી. તેને તમને મળવામાં કે અન્ય બાબતો કરવામાં મજા આવતી નથી.
તમને મળવાને બદલે મિત્રો સાથે ફરવાનું પસંદ કરે છે
જો તેને તમારા કરતાં તેના મિત્રો સાથે સમય પસાર કરવો વધુ ગમે છે તો તમે આ સંકેત સમજી શકો છો કે તમે સંબંધમાં એકલા છો. તે તમને તેના જીવનમાં પ્રાથમિકતા નથી આપી રહ્યો.
તમારી કેર કરવાનું બંધ કરી દે
જો તમારો પાર્ટનર તમારી કેર કરવાનું બંધ કરે તો આ સ્પષ્ટ સંકેત છે કે સંબંધ એકતરફી બની ગયો છે. આ તમારા માટે પીડાદાયક હોઈ શકે છે. પરંતુ તમારે તમારા પાર્ટનર સાથે આ વિશે વાત કરવી જોઈએ. તમે કોઈ એવી વ્યક્તિ સાથે સંબંધમાં રહેવાને લાયક છો જે તમારી માટે ઊંડી કાળજી રાખે છે, એવી કોઈ વ્યક્તિ સાથે નહીં કે જેને મેસેજ અથવા કૉલ કરવા માટે પરેશાન ન કરી શકાય.
ઈમોશનલ રીતે તમારી સાથે નથી
જ્યારે તમે ઉદાસી અનુભવો છો ત્યારે તમને તેમની સાથે વાત કરવાનું મન થતું નથી, તેમને ફોન કરીને તમારી સ્થિતિ વિશે જણાવો પરંતુ તમારા પાર્ટનરને તમારી લાગણી સાથે કોઈ મતલબ નથી. જો તમે તમારી સમસ્યાઓ તેની સાથે શેર કરો છો તો પણ તે ગુસ્સે થઈ જાય છે તો આ રિલેશન એક તરફી છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
