આ છે દુનિયાના સૌથી મોંઘા અંડરવેર, કિંમત સાંભળીને દંગ રહી જશો

લક્ઝરી વસ્તુઓ વાપરવાનો અને પહેરવાનો મોટાભાગના લોકોને શોખ હોય છે. લક્ઝરી વસ્તુઓ વાપરનારા વ્યક્તિઓ સારા અંડરવેર પણ વાપરતા હોય છે. તો આજે અમે તમને એ જણાવવા જઈ રહ્યા છીએ કે સૌથી મોંઘા અંડરવેરની કિંમત કેટલી છે?

આ દુનિયામાં એક એવી અન્ડરવેર વેચાઈ રહી છે જેને ખરીદવા માટે તમારે તમારો મહિનાઓનો પગાર ચુકવવો પડી શકે છે. આ દુનિયામાં એક એવી કંપની છે જે દુનિયાની સૌથી મોંઘી અન્ડરવેર બનાવે છે અને વેચે છે. અમીરો પોતાની રહીશી દેખાડવા આ અંડરવેર પહેરી રહ્યા છે.

worlds most expensive underwear

અહેવાલો અનુસાર, નાઇસ લોન્ડ્રી નામની એક અમેરિકન કંપની દુનિયાના સૌથી મોંઘા અંડરવેર બનાવે છે. આ કંપની મોંઘા મોજાં બનાવવા માટે જાણીતી હતી. આ કંપની અમેરિકાના ન્યુયોર્કમાં આવેલી છે.

અહીં તમને જણાવી દઈએ કે, આ અંડરવેર સામાન્ય અંડરવેરથી ઘણા અલગ છે. જો તમે વિચારી રહ્યા છો કે આમાં સોનું કે ચાંદી જડેલા હશે તો તમે ખોટા છો. સામાન્ય અંડરવેર જેવા જ આ અંડરવેરને તેની ખાસિયતો ખાસ બનાવે છે.

આ અંડરવેરમાં વપરાતું ફેબ્રિક ખૂબ જ ખાસ છે. તેમાં 100 ટકા કાશ્મીરી ફેબ્રિકનો ઉપયોગ કરાય છે. આ અન્ડરવેરમાં ગોલ્ડ વર્ક પણ કરવામાં આવ્યું છે.

કંપનીનો દાવો છે કે આને 24 કેરેટ સોનાથી એમ્બ્રોઇડરી કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ ટાઈટ્સમાં મોટા ભાગનું કામ હાથથી કરવામાં આવે છે.

દુનિયાની આ સૌથા મોંઘા અંડરવેરની કિંમત એક હજાર યુએસ ડોલર જેટલી છે. આ કિંમત ભારતીય રૂપિયામાં 80 હજાર આસપાસ થાય છે. દુનિયાભરમાં આને ખરીદનારા લોકોની સંખ્યા ઘણી ઓછી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X