WhatsApp :વોટ્સએપ પર આવી રહેલુ આ ફિચર વીડિયો કોલની મજા અનેક ગણી વધારી દેશે
વોટ્સએપ હવે લોકોની જરૂરીયાતની વસ્તુ બની ગયુ છે. હવે માત્ર મેસેજ પુરતુ સિમિત ન પહેતા વોટ્સએપ દિવસે દિવસે નવી સુવિધાઓ આપી રહ્યુ છે. હવે આવુ જ વધુ એક ધમારેદાર અપડેટ વોટ્સએપમાં આવી રહ્યુ છે.
સામે આવી રહેલા અહેવાલો અનુસાર, વોટ્સએપ હવે ઝૂમ, ગૂગલ મીટ, માઈક્રોસોફ્ટ ટીમ્સ અને અન્ય વિડિયો-શેરિંગ પ્લેટફોર્મની જેમ જ વીડિયો કૉલ્સ દરમિયાન સ્ક્રીન-શેરિંગ સુવિધા આપવા જઈ રહ્યુ છે. વોટ્સએપ ફીચર ટ્રેકર WABetainfo અનુસાર, નવી સ્ક્રીન શેરિંગ ફીચર એન્ડ્રોઇડ માટે બીટા વર્ઝન 2.23.11.19માં જોવા મળ્યુ છે.

આ ફિચરની વાત કરીએ તો, વોટ્સએપ યુઝર્સ વીડિયો કોલ દરમિયાન અન્ય મેમ્બરને તેની સ્ક્રીન શેર કરી શકશે. WABetainfo અનુસાર, આના માટે માટે આઇકોન પર ટેપ કર્યા પછી એક એન્ડ્રોઇડ રેકોર્ડિંગ પોપઅપ દેખાશે. આ પછી એક મેસેજ દેખાશે, જે તમને જાણ કરશે કે સ્ક્રીન શેરિંગ શરૂ થઈ ગયું છે.
જો તમે તમારી સ્ક્રીનને શેર કરો છો તો તમારા ડિસ્પ્લે પર જે આવશે તેે બધું રેકોર્ડ કરવામાં આવશે અને આગળ મોકલાશે. જણાવી દઈએ કે, કે આ સુવિધા જૂના Android વર્જન પર ઉપલબ્ધ નહીં હોય. આ સિવાય વોટ્સએપના જૂના વર્ઝનનો ઉપયોગ કરતા યુઝર્સને પણ આ સુવિધા નહીં મળે.
અહેવાલો અનુસાર, મોટા ગ્રૂપ કૉલના કિસ્સામાં સ્ક્રીન શેરિંગ કામ નહીં કરે. આ નવા ફીચર બાદ યુઝર્સના અનુભવમાં બદલાવ આવશે અને તેના કારણે ગૂગલને ટક્કર આપશે.












Click it and Unblock the Notifications
