છોકરાને પટાવવા માટે ગજબ યુક્તિ અજમાવે છે આ યુવતી, પંસદ આવે તેના માટે લખી દે છે ગીત
કહેવાય છે કે પ્રેમમાં પાગલ પ્રેમી કે પ્રેમિકા તેની ગમતી વ્યક્તિ માટે અવનતા ગતકડા કરતા હોય છે. એક યુવતી આવુ જ કઇંક કરે છે અને તેના કારણે જ તે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
સામાન્ય રીતે છોકરાઓ છોકરીઓને ઇમ્પ્રેસ કરવા માટે મહેનત કરતા હોય છે ત્યારે આ છોકરી છોકરાઓને ઈમ્પ્રેસ કરવા માટે અનોખી યુક્તિઓ અજમાવે છે. આ જ કારણ છે કે તેની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે.

કહેવાય છે કે છોકરીઓને આર્ટિસ્ટ છોકરાઓને પસંદ આવે છે. જો કે આ છોકરી એવી છે જે તેની પસંદના છોકરાને પ્રભાવિત કરવા માટે તેના તમામ કલાત્મક અભિગમનો ઉપયોગ કરે છે. તેણી જેને પસંદ કરે તેના માટે તેણે દિલથી ગીત લખી દે છે.
આ કહાની કેનેડાની રહેવાસી 27 વર્ષની સબ્રીના ડુડાની છે. તેણી સામાન્ય તોફાની છોકરીઓથી સાવ અલગ છે.
સબ્રીના જણાવે છે કે, પહેલા તે ડેટિંગ એપ પર છોકરો શોધી રહી હતી. જ્યારે તેણીને એક છોકરો ગમ્યો ત્યારે તેણી સમજી શકતી ન હતી કે તેની આંખોમાં કંઈ રીતે અલગ દેખાવું? તે વ્યવસાયે સંગીતકાર હોવાથી તેણીને ગમતા છોકરાઓ માટે ગીતો કંપોઝ કરે છે.
તેણી પોતાના ગીતો લખે છે અને તેને છોકરાઓને વોઈસ મેસેજ દ્વારા ડેટિંગ એપ્સ પર મોકલે છે. તે કહે છે કે આ દ્વારા તેને કેટલીક શાનદાર ડેટ્સ પર જવાની તક પણ મળી છે.
સબ્રીનાએ કેટલાક ગીતોને સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. તેણીના આ ગીતોને ખૂબ જ લોકપ્રિયતા મળી છે લાખો લોકોએ સાંભળ્યા છે. તેણીને લોકો તરફથી સારી ટિપ્પણીઓ મળી રહી છે.
જો કે આ ગીતો જેના માટે લખે છે તે સપનાનો રાજકુમાર હજુ તેણીને મળ્યો નથી. સબ્રીના મોટાભાગના ગીતોનો અર્થ એ છે કે તે પોતાના માટે સારા પતિની શોધમાં છે.












Click it and Unblock the Notifications
