આ છે દુનિયાનું સૌથી મોંઘુ ઈંડુ, કિંમત સાંભળશો તો મોઢુ ખુલ્લુ રહી જશે
દુનિયાભરમાં લોકો વિવિધ પ્રકારના ઈંડાનો ઉપયોગ ખાવા માટે કરે છે. લોકો પોતાના શોખ પ્રમાણે 10 રૂપિયાથી લઈને હજારો રૂપિયાના ઈંડા ખાય છે. જો કે કોઈ તમને કહે કે એક ઈંડાની કિંમત કરોડોમાં પણ હોય તો તમે વિશ્વાસ કરશો? જો કે આ સત્યા છે.
દુનિયાનું સૌથી મોંઘુ ઈંડુ રોથચાઈલ્ડ ફેબર્જ ઈસ્ટર એગ્સ છે. આ ઈંડાની કિંમત 9.6 મિલિયન ડોલર એટલે કે ભારતીય રૂપિયા અનુસાર 78 કરોડ રૂપિયાથી વધુ છે. વિકિપીડિયા અનુસાર, આ ઇસ્ટર એગ પર ઘણા પ્રકારના હીરા જડેલા છે. તેની સાથે તેને સોનાથી મઢવામાં આવે છે. આ ઈંડું ખાવાનું નહીં પરંતુ સજાવટ માટેનું છે. આ એક કૃત્રિમ ઇંડુ છે.

આ લિસ્ટમાં બીજા નંબર પર મિરાજ ઇસ્ટર એગ્સ આવે છે. મિરાજ ઇસ્ટર એગ્સની કિંમત 8.4 મિલિયન ડોલર છે. ભારતીય રૂપિયામાં આ કિંમત લગભગ 69 કરોડ રૂપિયાથી વધુ થાય છે. 18 કેરેટ સોનાથી બનેલા આ ઈંડા પર 1000 હીરા જડેલા છે. જ્યારે તમે આ ઈંડાને જોશો તો તમને એવું લાગશે કે જાણે તમારી સામે કોઈ મોટો હીરો ચમકી રહ્યો છે.
આ લિસ્ટમાં ત્રીજા નંબરે આવતા ડાયમંડ સ્ટેલા ઇસ્ટર એગ્સની કિંમત લગભગ 82 લાખ રૂપિયા છે. આ પણ વિશ્વના સૌથી મોંઘા ઈસ્ટર ઇંડામાંથી એક છે. આ 65 સેમી લાંબા ઈંડાને ખરીદવા માટે તમારે તમારું ઘર અને ખેતર વેચવું પડી શકે છે. આ ઈંડું ચોકલેટ જેવું લાગે છે, પરંતુ તેની ઉપર પણ હીરા અને સોનાની કારીગરી કરવામાં આવે છે.












Click it and Unblock the Notifications
