આ હતો માનવ સભ્યતાનો સૌથી ભયાનક દિવસ, એવુ શું થયુ કે સેકન્ડોમાં 8 લાખ લોકોના મોત થઈ ગયા?
માનવ સભ્યતાએ અત્યારસુધીમાં ઘણી મોટી ત્રાસદીઓ જોઈ છે. યુદ્ધ અને મહામારીઓ જેવી ઘણી ત્રાસદીઓમાં લાખો લોકોના મોત થયા છે. જો કે આજે અમે જે ત્રાસદી વિશે વાત કરવાના છીએ તે દુનિયાની સૌથી મોટી ત્રાસદી મનાય છે.
માનવ સભ્યતાની સૌથી મોટી ત્રાસદી ગણાતી આ ત્રાસદીમાં કેટલીક સેકન્ડોમાં જ 8 લાખ લોકોના મોત થઈ ગયા હતા. માનવ સભ્યતાની ચૌકાવનારી બાબત એ છેે કે આ સૌથી મોટી ત્રાસદી કેમ સર્જાઈ તેની પાછળ કોઈ માણસ જવાબદાર નથી.

અહેવાલો અનુસાર, 1556 માં માણસે તેના ઇતિહાસની સૌથી મોટી ત્રાસદી જોઈ. આ દિવસે ચીનમાં ભયાનક ભુકંપ આવતા 8 લાખ લોકોના મોત થઈ ગતા. ચીનના શાનક્સીમાં તીવ્ર ભૂકંપ આવ્યો હઅને તેણે થોડીક સેકન્ડમાં 8 લાખથી વધુ લોકોના જીવ લીધા. આ એક ઘટનાએ ચીનની વર્ષો જૂની સંસ્કૃતિની કમર તોડી દીધી હતી.
સામાન્ય સ્થિતીમાં ભુકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ લગભગ 2.3 અથવા 3.2 હોય છે. જ્યારે ચીનમાં આવેલા આ ભુકંપની તીવ્રતા 8.0 થી 8.3 હતી. આ જ કારણ હતું કે ભુકંપે મોટી તારાજી સર્જી અને લાખો લોકોના જીવ લીધા. આ મોટી ત્રાસદી સર્જાવા પાછળનું એક કારણ એ હતું કે ભુકંપનું કેન્દ્ર બિંદુ ગીચ વિસ્તારમાં હતું.
કહેવાય છે કે આ ભયાનક ત્રાસદી બાદ માણસજાતે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ સામે તૈયારીઓ શરૂ કરી. આ ઘટના બાદ ચીનમાં હળવા લાકડાના ઘર બનવાના શરૂ થયા. આ સિવાય ઘર બનાવાવ માટે વાસનો પણ ઉપયોગ થવા લાગ્યો.












Click it and Unblock the Notifications
