મોઢાની જગ્યાએ દિલથી ખાય છે આ મહિલા, પુરી વાત સાંભળીને ચૌકી જશો
આ દુનિયામાં ઘણી એવી બિમારીઓ છે જે માણસને લાચાર બનાવી દે છે. આ બિમારીઓને કારણે વ્યક્તિની પુરી જીંદગી બદલાઈ જાય છે. આજે આવી જ એક મહિલાની વાત કરવાના છીએ. આ મહિલા એટલી મજબુર છે કે તે ડાયરેક્ટ દિલથી જ ખોરાક લે છે.
આ 30 વર્ષીય મહિલાનું નામ સારાહ છે. તેની ઉંમર 30 વર્ષ છે અને તેને કોરોનાએ તેની પુરી જિંદગી બદલી દીધી. સારાએ સોશિયલ મીડિયા પર પોતાની કહાની લોકો સાથે શેર કરી છે. સારાએ જણાવ્યુ કે, તે સામાન્ય લોકોની જેમ ખોરાક પચાવી શકતી નથી.

સારાહ ગેસ્ટ્રોપેરેસિસ નામની બિમારીથી પીડિત છે. આમાં ખોરાક સામાન્ય કરતાં ખૂબ જ ઓછી ઝડપે પેટમાં પહોંચે છે. આની લાંબી ટ્રીટમેન્ટ છે અને દવાઓ તેમજ આહારમાં ફેરફાર કરીને નિયંત્રિત કરી શકાય છે.
સારાહને એહલર્સ-ડેનલોસ સિન્ડ્રોમ છે અને તેનું પાચનતંત્ર સંપૂર્ણપણે વિકલાંગ બની ગયું છે. તે ખોરાકને પચાવી શકતી નથી અને તે કંઈ પણ ખાય તો તરત જ ઉલટી થઈ જાય છે. ખોરાક લેતી વખતે તેને દુખાવો થાય છે અને આ જ કારણ છે કે તે મોઢાથી ખાવાને બદલે ટોટલ પેરેન્ટરલ ન્યુટ્રિશન પર છે.
જણાવી દઈએ કે, પેરેંટરલ ન્યૂટ્રિશનમાં આઇવી એડમિનિસ્ટ્રેટર ન્યુટ્રિશન આપવામાં આવે છે. સારાહને હૃદય દ્વારા ટોટલ પેરેંટરલ ન્યુટ્રિશન આપવામાં આવે છે. સારાહનો દાવો છે કે તેને ખાવાનું બિલકુલ યાદ નથી.
તે કહે છે કે તેણીએ ક્યારેય ખોરાકને વધુ પસંદ કર્યો નથી અને તે આ પ્રકારનું પોષણ મેળવવાને આશીર્વાદ માને છે. કોવિડ થયા પછી તેને ખોરાક પચાવવામાં ઘણી તકલીફ પડતી હતી, પરંતુ TPNએ તેનું જીવન બદલી નાખ્યું. જો કે, આના કારણે તેમને ચેપનું જોખમ રહે છે.












Click it and Unblock the Notifications
