અજનબી લોકોના બાળકો પેદા કરવાનો વિચિત્ર શોખ ધરાવે છે આ મહિલા, પતિને પણ કોઈ વાંધો નથી
દરેક લોકોના પોતાના શોખ હોય છે અને તેને પુરા કરવા માટે તે વિવિધ રીતે અજમાવતા હોય છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે એક યુવતી એવી છે તેને બીજાના બાળકો પેદા કરવાનો શોક છે. આ યુવતીને પ્રેગનન્ટ થવાનો શોખ છે.
26 વર્ષની આ યુવતી તેના વિચિત્ર શોખ માટે ચર્ચામાં છે. આ યુવતી 2 બાળકોની માતા હોવા છત્તા પણ પ્રેગનન્ટ થવાનો શોખ હોવાથી તે બીજાના બાળકોને પેદા કરી રહી છે. યેસેનિયા નામની આ યુવતી તેના વિચિત્ર શોખ માટે ચર્ચામાં છે.

યેસેનિયા 26 વર્ષની છે અને તેને 5 વર્ષ અને 3 વર્ષના બે બાળકો છે. તે મિસકેરેજનો પણ શિકાર બની ચુકી છે. જો કે આમ છત્તા તે પ્રેગનન્ટ થવાથી ડરતી નથી. તેને બાળકોને જન્મ આપવાનું એટલું પસંદ છે કે પોતાનો પરિવાર પૂરો કર્યા પછી હવે તે બીજાના બાળકોને પણ જન્મ આપે છે. પુરી ઘટનામાં ચૌકાવનારી બાબત એ છે કે તેના પતિને પણ આનાથી કોઈ વાંધો નથી.
યેસેનિયાએ તેના પતિ સાથે વાતચીત બાદ નક્કી કર્યું કે તે અન્ય કપલ માટે બાળકોને જન્મ આપશે. તેનો હસબન્ડ પણ તેને સરોગેટ મા બનવાના નિર્ણયને ટેકો આપે છે. તેણે પ્રથમ પ્રયાસમાં જ ઝડપથી સફળતા મેળવી અને દંપતીને માતા-પિતા બનવાનો આનંદ અપાવ્યો. તેણે બાળકના માતા-પિતા સાથે સારા સંબંધ જાળવી રાખ્યા છે.
અમેરિકાના જ્યોર્જિયામાં રહેતી યેસેનિયાએ જણાવ્યુ કે, મિસકેરેજ સમયે જ તેને સમજાયું કે સંતાન પ્રાપ્ત કરવું સહેલું નથી. આ ઘણા લોકો સાથે આ થાય છે અને તે તેમને મદદ કરવા માંગતી હતી. તેનાથી તેને ખુશી મળે છે.
2021 માં યેસેનિયાએ સરોગેટ માતા બનવાનું નક્કી કર્યું ત્યારે તે નર્વસ હતી પણ તેના પતિએ તેને સાથ આપ્યો. તેણી જણાવે છે કે, 10 માંથી એક પરિવારને સરોગેટની જરૂર છે પરંતુ તે શોધી શકતા નથી. આ સ્થિતિમાં તે એવા પરિવારો સાથે સંબંધ જાળવી રાખે છે જેમના માટે તે બાળકોને જન્મ આપે છે. સંતાન પ્રાપ્તિ બાદ લોકો તેને મોટી ગિફ્ટ આપે છે અને ખુશ રાખે છે. તે તેની સાથે કાયમ માટે જોડાયેલી રહેવા માંગે છે.












Click it and Unblock the Notifications
