Trending News : 2023ની 6 તારીખ માણસો માટે છે ખતરનાક, ટાઇમ ટ્રાવેલર કર્યો ખુલાસો

Trending News : વિજ્ઞાનને કારણે દેશ અને દુનિયાનો ઘણો વિકાસ થયો છે. આ સાથે અવકાશ જગતને લઇને ઘણા ખુલાસા થતા રહે છે. વૈજ્ઞાનિકો ટાઇમ કેપ્સુલ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. ટાઇમ ટ્રાવેલિંગના કિસ્સા પણ છાસવારે સામે આવતા રહે છે. જોકે, ટાઇમ ટ્રાવેલ માટે હજુ કોઇ નક્કર સંશોધન થયું નથી.

ઘણા લોકો વારંવાર દાવો કરે છે કે, તેઓ ભવિષ્યમાંથી પાછા આવ્યા છે. આવી જ એક વ્યક્તિની ભવિષ્યવાણી આજકાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. ઈનો અલારિક નામના આ વ્યક્તિનો દાવો છે કે, તે વર્ષ 2671થી પાછો ફર્યો છે.

Trending News

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈનો પોતાને ટાઈમ ટ્રાવેલર કહે છે. તેણે આગાહી કરી છે કે, 2023માં ઘણી વિચિત્ર ઘટનાઓ જોવા મળશે. ઈનો જે સોશિયલ મીડિયા પર @theradianttimetraveller નામથી ઓળખાય છે, તેણે લોકોને ભવિષ્ય વિશે ઓનલાઈન માહિતી પૂરી પાડી છે. તેની આગાહીને હજારો લોકો ગંભીરતાથી લઈ રહ્યા છે. ઈનોએ પોતાની આગાહીઓની યાદી શેર કરી છે. ઈનોએ જણાવ્યું કે, વર્ષ 2023માં એલિયન્સ પૃથ્વી પર આવશે. વિશ્વ પૃથ્વી જેવો જ બીજો ગ્રહ શોધશે.

  • 23 માર્ચ : પૃથ્વીને બચાવવા માટે એલિયન્સ દ્વારા આઠ હજાર લોકોને પસંદ કરવામાં આવશે
  • 15 મે : સાન ફ્રાન્સિસ્કોમાં 750 ફૂટ ઉંચી સુનામી આવશે. બે લાખથી વધુ લોકોના મોત થશે
  • 18 જૂન : સાત લોકો એકસાથે આકાશમાંથી પડશે
  • 18 ઓગસ્ટ : વૈજ્ઞાનિકો સ્કિન કેન્સરનો ઈલાજ શોધી કાઢશે
  • 3 ડિસેમ્બર : એક સ્ફટિક મળી આવશે, જેનાથી ઘણા રોગોને દૂર કરી શકાશે
  • 29 ડિસેમ્બર : સ્ટેમ સેલ દ્વારા નવા અંગોનો વિકાસ શરૂ થશે

થોડા સમય પહેલા જ એક સોશિયલ મીડિયા યુઝરે દાવો કર્યો હતો કે, વર્ષ 2023માં કંઈક અસાધારણ ઘટના બનશે. જેની કોઈ આગાહી કરી શકે નહીં. તેમનું માનવું છે કે, આ વર્ષના અંત સુધીમાં મંગળ પર માનવ હાડપિંજર મળી જશે. સોશિયલ મીડિયા પર ઘણા વર્ષોથી ટાઇમ ટ્રાવેલર હોવાનો દાવો કરનારી એક રહસ્યમય વ્યક્તિએ વર્તમાન વર્ષ માટે ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે.

ડેઈલી સ્ટાર અનુસાર, આ વ્યક્તિ પોતાને ટાઈમ ટ્રાવેલર કહે છે અને દાવો કરે છે કે, તેણે વર્ષ 2858 સુધી મુસાફરી કરી છે. આ વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. નોંધનીય બાબત છે કે, આ વ્યક્તિ ટિકટોક પર ડાર્કનેસ ટાઈમ ટ્રાવેલ નામથી આવા વીડિયો પોસ્ટ કરતી રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X