For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરોમાં જુઓ દક્ષિણ ભારતમાં નવરાત્રી વખતે ઉજવાતો ડોલ ફેસ્ટિવલ

|
Google Oneindia Gujarati News

નવરાત્રીમાં ગુજરાતભરમાં નવ રાતો સુધી ગરબા રમીની ખૈલેયાઓ માં દુર્ગાની અનોખી રીતે પૂજા કરે છે. પણ નવરાત્રીનો આ તહેવાર ખાલી આપણા ગુજરાતમાં જ નથી ઉજવાતો. ભારતભરમાં નવરાત્રીની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે. તેમ પણ ખાસ કરીને દક્ષિણ ભારતમાં નવરાત્રી દરમિયાન એક અનોખો ડોલ ફેસ્ટિવલ ઉજવાય છે.

જેમાં ભગવાન, જાણીતા સંતો અને વિવિધ લોકોની નાની મૂર્તિઓને પગથિયા પર ગોઠવીને સજાવામાં આવે છે. એટલું જ નહીં નવે નવ દિવસ તેની વિધિવત પૂજા પણ કરાય છે. અનેક ઘરમાં વર્ષોથી પેઢી દર પેઢી આ ઉત્સવને ઉજવવામાં આવે છે. જેમાં માટીમાંથી બનેલા ઢંગલા ઢંગલીઓને સુંદર રીતે સજાવીને મૂકવામાં આવે છે.

કર્ણાટકમાં બોમ્બે હબ્બા કે ગોલુ ઉત્સવ તરીકે ઉજવાતા આ ડોલ ફેસ્ટિવલને તેલુગુમાં બોમ્મલા કોલુવુ કહેવાય છે અને તમિલમાં બોમ્મઇ કોલુ. તથા તેને દશેરા ડોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. મૈસુરના રાજ પરિવાર દ્વારા પણ ઉત્સવને ભવ્ય તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે 10 દિવસ ચાલતા આ ઉત્સવની કેટલીક રસપ્રદ વાતો, તેની વિધિ અને ધાર્મિક મહત્વ વિષે વધુ જાણો નીચેના આ આર્ટીકલમાં. સાથે જે તસવીરોમાં જુઓ કેટલીક સુંદર રીતે આ ઉત્સવને અહીં ઉજવાય છે.

ડોલ ફેસ્ટિવલ

ડોલ ફેસ્ટિવલ

આ ઉત્સવ કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ જેવા દક્ષિણ ભારતના રાજ્યો અને શ્રીલંકામાં મોટા પાયે ઉજવામાં આવે છે.

પગથિયાનું મહત્વ

પગથિયાનું મહત્વ

આ ઢીંગલીઓને એક ક્રમ બદ્ધ પણે રાખવામાં આવે છે દરેક ઘરમાં પોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે ત્રણપાંચ, સાત, અગિયાર તેવી રીતે પગથિયા ગોઠવીને તેની પર ભગવાનની આ મૂર્તિઓ મૂકે છે.

મૂર્તિઓનો પણ ક્રમ

મૂર્તિઓનો પણ ક્રમ

વધુમાં કયા પગથિયા પર કંઇ મૂર્તી લાગશે તેનો પણ એક ક્રમ હોય છે. જેમ કે ઉપરના 1થી 3 પગથિયામાં દેવી દેવતાઓની નાની મૂર્તિ મૂકાય છે.

મૂર્તિઓનો ક્રમ

મૂર્તિઓનો ક્રમ

તો વળી 4થી 6 ક્રમના પગથિયા પર જાણીતા સાધુ ,સંત, રાજા-રાણીની મૂર્તિ મૂકવામાં આવે છે. અને છેલ્લા પગથિયાઓ પર હિંદુ વિવિધ ઉત્સવોનું વિવરણ મૂર્તિઓ દ્વારા બતાવામાં આવે છે.

મૂર્તિમાં જોડીઓનું મહત્વ

મૂર્તિમાં જોડીઓનું મહત્વ

આ મૂર્તિઓમાં જોડીઓનું ખાસ મહત્વ હોય છે કૃષ્ણ-રાધા, શિવ પાર્વતી, રામ-સીતાની જોડીને સાથે રાખવામાં આવે છે. અને 10 દિવસ સુધી તેને વિધિવત પૂજા કરી ભોગ ચઢાવામાં આવે છે.

ગામ પરંપરા

ગામ પરંપરા

તો આ ફોટોમાં ગામ અને ગ્રામ સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવી છે. આ તમામ મૂર્તીઓ લાકડા કે માટીમાંથી બને છે. અને તેને રેશમના કપડા કે પ્રાકૃતિક રંગાથી પરંપરાગત રીતે રંગવામાં આવે છે.

પર્યાવરણ બચાવો

પર્યાવરણ બચાવો

સાથે પર્યાવરણ બચાવાનો સંદેશ પણ આ ફોટો દ્વારા આપવામાં આવ્યો છે. આમાં વન્ય સંસ્કૃતિના મીનીએચર સ્વરૂપને બતાવામાં આવ્યું છે.

તોરણ

તોરણ

આ ઉત્સવમાં ખાસ નાળિયેરીના પાનમાંથી બનાવામાં આવતા તોરણનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે આ ફોટોમાં નાળિયેરીના પાનમાંથી સુંદર પોપટને બનાવવામાં આવ્યો છે.

English summary
unique doll festival celebrated in South india during navratri
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X