Unique wedding : વરરાજાએ ખુદ મંત્ર બોલીને દુલ્હન સાથે ફેરા લીધા, વીડિયો વાયરલ
Unique wedding : લોકો લગ્નને યુનિક બનાવવા માટે ઘણા પ્રકારના આયોજન કરતા હોય છે. હવે આવા જ એક યુનિક લગ્ન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.
હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વરરાજા લગ્ન મંડપમાં ખુબ મંત્ર બોલતા બોલતા ફેરા લઈ રહ્યાં છે.

જણાવાઈ રહ્યું છે કે વીડિયોમાં વરરાજા ઉત્તર પ્રદેશના સહારનપુરના છે અને જાન લઈને હરિદ્વાર પહોંચ્યા હતા. વરરાજાએ પોતે જ પોતાના લગ્ન માટે વૈદિક મંત્રોનો પાઠ કરીને લોકોને ચૌકાવી દીધા.
સહારનપુર જિલ્લાના રામપુર મણિહરનના મોહલ્લા કાયસ્થાનના રહેવાસી વિવેક કુમારના લગ્ન હરિદ્વારના કુંજા બહાદુરપુર ગામમાં નક્કી થયા હતા. જ્યારે લગ્ન જાન પહોચી ત્યારે છોકરીના પરિવારે સ્વાગત કર્યું અને જયમાલા વિધિ પછી લગ્નની વિધિઓ શરૂ થઈ. પરંતુ જ્યારે વરરાજા અને કન્યા મંડપમાં પહોંચ્યા ત્યારે વરરાજાએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા.
હવન શરૂ થતાં જ વરરાજા વિવેક કુમારે પુરોહિતને કહ્યું કે તે પોતાના લગ્ન પોતે જ કરાવશે. આ પછી તેમણે કન્યાને મંડપમાં બેસાડી અને પોતે વૈદિક મંત્રોનો પાઠ કરવાનું શરૂ કર્યું. વિવેકે લગ્નની વિધિઓ સંપૂર્ણ રીતરિવાજ સાથે પૂર્ણ કરી. આ જોઈને દુલ્હન, લગ્ન પક્ષ અને મહેમાનો આશ્ચર્યચકિત થઈ ગયા.
વિવેક કુમારે જણાવ્યું કે, તે ગુરુકુલ કાંગરી યુનિવર્સિટીમાંથી બી.ફાર્માનો અભ્યાસ કરી રહ્યો છે. ધાર્મિક વિધિઓમાં તેમની ઊંડી રુચિને કારણે તેમણે વૈદિક મંત્રોનો અભ્યાસ કર્યો છે. વિવેકે કહ્યું કે લગ્ન એક પવિત્ર સંસ્કાર છે અને તેને ઊંડાણપૂર્વક સમજવા માટે મેં જાતે મંત્રનો જાપ કરવાનું નક્કી કર્યું.
વરરાજા વિવેકે આગળ જણાવ્યુ કે, પહેલા તે અખબારો વહેંચતો હતો અને પોતાની મહેનતથી તે આ પદ પર પહોંચ્યો છે. વૈદિક મંત્રો અને ધાર્મિક વિધિઓમાં તેની શ્રદ્ધાએ તેને આ અનોખું કાર્ય કરવા માટે પ્રેરણા આપી.
विवाह के दौरान दूल्हे ने खुद ही मंत्र पढ़े तो पंडित जी समेत सभी दूल्हे का मुंह ताकते रह गए। दूल्हे ने अपनी शादी की भी धार्मिक क्रियाएं खुद ही संपन्न कराईं। वीडियो भी सोशल मीडिया पर वायरल हो रहा है। pic.twitter.com/sVMES0R2CQ
— Dimple sirohi (@DimpleSirohi) January 24, 2025
હવે આ અનોખા લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો વરરાજા વિવેકની આ અનોખી પહેલની પ્રશંસા કરી રહ્યા છે. સહારનપુરના લોકો વિવેકના આ નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે. લોકોનું માનવું છે કે પહેલી વાર એવો વર જોવા મળ્યો છે જેણે પોતાના લગ્ન જાતે જ કરાવ્યા છે. હાલમાં આ લગ્નની ખૂબ ચર્ચા થઈ રહી છે.












Click it and Unblock the Notifications
