લાઈવ વીડિયો: જીવતો ઓક્ટોપસ ખાવાના ચક્કરમાં આવો હાલ થયો
બ્લોગિંગ કર્યા પછી આજકાલ વ્લોગીંગનો ક્રેઝ લોકોમાં ખુબ વધી રહ્યો છે. વ્લોગીંગ સાથે સંકળાયેલા લોકો કંઈપણ કરે છે અને તેનું લાઇવ સ્ટ્રિમિંગ પ્રારંભ કરે છે
બ્લોગિંગ કર્યા પછી આજકાલ વ્લોગીંગનો ક્રેઝ લોકોમાં ખુબ વધી રહ્યો છે. વ્લોગીંગ સાથે સંકળાયેલા લોકો કંઈપણ કરે છે અને તેનું લાઇવ સ્ટ્રિમિંગ પ્રારંભ કરે છે, તેમનો ઉદ્દેશ તેમના ફોલોવર્સ અને વ્યૂઝ વધારવાનો છે. તેઓ તેમના ફોલોવર્સનું મનોરંજન કરવા અને તેમની સામે કૂલ બનવાના ચક્કરમાં કંઈક નવું અને અલગ કરવાની કોશિશ કરતા રહે છે.
આ પણ વાંચો: ત્રણ આંખો વાળા સાપની ફોટો સામે આવી, હેરાન કરી દેશે
કંઈક આવા જ ઉદેશ્યથી એક વ્લોગરે લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન જીવતું ઓક્ટોપસ ખાવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેનો આઈડિયા ત્યારે ભયાનક અનુભવમાં ફેરવાયો જ્યારે તે જીવતું ઓક્ટોપસ તેના ચહેરા પર જ ચોંટી ગયું. તે છોકરી સાથે શું થયું અને આ કેસ વિશે વધુ માહિતી માટે આ લેખ વાંચો અને વિડિઓ જુઓ.

આ છોકરી લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં છે એક્સપર્ટ
આ છોકરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 'સીસાઈડ ગર્લ લીટલ સેવન' તરીકે ઓળખાય છે અને તેણીની તેના આજ એકાઉન્ટ દ્વારા ફૂડ ખાતા પોતાના લાઈવ વિડીયો શેર કરે છે. આ છોકરીએ તેના આ જ પેશનને એક પગથિયું આગળ વધારવા નક્કી કર્યું અને લાઈવ વિડીયો દરમિયાન જીવતું ઓક્ટોપસ ખાવાનું વિચાર્યું.

છોકરીએ હાથમાં લીધું હતું જીવતું ઓક્ટોપસ
સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તેમાં આ વ્લોગરે તેના હાથમાં એક મોટું ઓક્ટોપસ લઈને તેને તેના ચહેરા પાસે લાવતા જોવા મળી. તેણી ઓક્ટોપસના એક ભાગને દાંતથી કાપવાની પ્લાનિંગ બનાવી રહી હતી.

થોડા સમય બાદ તેનું હાસ્ય આંસુમાં ફેરવાઇ ગયુ
આ છોકરીનું ઓક્ટોપસનું એક બાઇટ લેવું તેની સૌથી મોટી ભૂલ સાબિત થઈ. હુમલાનો આભાસ થતાં તરત જ ઓક્ટોપસ આક્રમક બન્યો અને તે છોકરીના ચહેરા પર ચોંટી ગયો. લાઇવ સ્ટ્રીમિંગને લીધે, છોકરીએ શરૂઆતમાં તો થોડી હસતી જોવા મળી એવી રીતે કે આ તેની માટે કોઈ મોટી વાત નથી. પરંતુ ધીમે ધીમે તે પીડા અને આંસુમાં ફેરવાઈ ગઈ.

આખરે ઓક્ટોપસથી છુટકારો મળી જ ગયો
લાંબા સમય સુધી સંઘર્ષ ચાલ્યા પછી, વ્લોગર તેના ચહેરા પરથી ઓક્ટોપસને દૂર કરવામાં સફળ રહી. પરંતુ આ દુર્ઘટનાને લીધે ઓક્ટોપસએ છોકરીના ચહેરાને નુકસાન પહોંચાડ્યું, જેનાથી લોહી પણ નીકળતું હતું. પોતાનો જીવ બચાવવા માટે, ઓક્ટોપસ અને વ્લોગર વચ્ચે ચાલેલી જંગનો વિડીયો અહીં જુઓ...












Click it and Unblock the Notifications
