વીડિયો: નાનકડા બાળકને જબરદસ્તી પીવડાઇ સિગરેટ અને બિયર
નશો કોઇ પણ ઉંમરે કરે તો હંમેશા તમારા શરીર માટે નુકશાન કારક જ રહેશે. પણ જ્યારે વાત કોઇ નાનાબાળકની આવે ત્યારે તે કેટલું ખતરનાક હોઇ શકે છે તેની કલ્પના તમે કરી શકો છો. પણ શું તમે એવું સાંભળ્યું છે કે કોઇ નાના બાળકને નાનપણથી નશાની આદત નાખવામાં આવી હોય.
સોશ્યલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ચર્ચામાં આવ્યો છે. જેમાં એક નાનકડા માસૂમ ભૂલકાને કેટલાક યુવકો સિગરેટ અને બિયર પીવડાવી રહ્યા છે. વીડિયોમાં બાળકને સીગરેટ અને બિયર બન્ને પીતા બતાવવામાં આવ્યો છે. એક એવા બાળકને જેને તે પણ નથી ખબર કે આ શું છે!

યૂટ્યૂબ પર નાખવામાં આવેલા આ વીડિયોએ અનેક લોકોએ જોયો છે અને તેણે શેયર પણ કર્યો છે. આ વીડિયોમાં જે બાળક છે તેની ઉંમર માંડ થોડાક જ મહિનાની હશે. ત્યારે આ યુવકો દ્વારા આ બાળકના સ્વાસ્થય જોડે ખરેખરમાં ચેડા કરવામાં આવ્યા છે. તો જુઓ આ વીડિયો...












Click it and Unblock the Notifications
