Video: તમન્ના ભાટિયાના હિટ સોંગ 'કાવલા' પર ગધેડાએ મિલાવ્યો સૂર, હસી-હસીને પેટ દુઃખી જશે
Tamma Bhatiya Kavala: ફિલ્મ 'જેલર'નું રિલીઝ થયેલું ગીત કાવલા જબરદસ્ત છવાયેલુ છે. તમન્નાના ડાંસ સ્ટેપ્સનો જુસ્સો લોકોને દિવાના બનાવી રહ્યો છે. લોકો આ ગીત પર જોરદાર રીલ બનાવી રહ્યા છે. આ ક્રમમાં હવે એવું લાગી રહ્યું છે કે ગધેડો પણ લોકોની સાથે જોડાઈ રહ્યો છે. વાઈરલ વીડિયો જોઈને તો કંઈક એવુ જ લાગી રહ્યુ છે.
વીડિયોમાં તમન્ના ભાટિયાનું ગીત વાગી રહ્યું છે અને જેમ જેમ બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગે છે તેમ ગધેડાનું ઢેંચુ-ઢેંચુ સંભળાય છે. એવું લાગે છે કે ગધેડો તમન્ના ભાટિયાના ગીત સાથે ટ્યુનને મેચ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

આ ક્લિપ @mixing_video_editing_sk નામના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટથી શેર કરવામાં આવી છે. આ ગીતને લોકો દ્વારા ઑનલાઈન ઘણી લાઈક્સ અને કોમેન્ટ મળી રહી છે. તમને જણાવી દઈએ કે વીડિયોને એટલો અદ્ભુત રીતે એડિટ કરવામાં આવ્યો છે કે એવું લાગે છે કે જાણે ગધેડો કાવલા ગીતને પોતાનો અવાજ આપી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે તમન્ના ભાટિયાનું કાવલા ગીત 6 જુલાઈએ રિલીઝ થયું હતું. આ ગીત રિલીઝ થતાં જ લોકોમાં તેના વિશે જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો હતો. દરેક લોકો આ અદ્ભુત ગીત પર રીલ બનાવી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર લોકો પણ કાવલા પર અદ્ભુત ચાલ સાથે રીલ શેર કરી રહ્યા છે. આ ક્રમમાં ગધેડો પણ રીલ બનાવવાની રેસમાં જોડાયો હતો. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેના પર જોરદાર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
Video જોવા માટે અહીં ક્લિક કરો












Click it and Unblock the Notifications
