Video : વરરાજાને ડેન્ગ્યૂ થયો તો વરમાળા લઈને હોસ્પિટલ પહોંચી દુલ્હન, જુઓ વીડિયો
ઘણી વખત લગ્નમાં કપલ કઈંક એવુ કરે છે કે બધા તેને વખાણે છે. આજે આપણે જે કપલની વાત કરવાના છીએ તે કપલ પણ એટલે જ ચર્ચામાં છે. આ કપલે પ્રેમને પ્રાધાન્ય આપ્યુ અને ચર્ચામાં આવી ગયુ.
સામાન્ય રીતે બિમારીના કિસ્સામાં લગ્ન મુલતવી રહે છે. જો કે આ કપલે એવુ ન કર્યુ. વરરાજાને ડેન્ગ્યુ થયુ તો દુલ્હન લગ્ન કરવા માટે હોસ્પિટલ પહોંચી ગઈ.

હવે આ હોસ્પિટલ મેરેજ ચર્ચામાં છે. હોસ્પિટલમાં જ વર-કન્યાએ એકબીજાને વરમાળા પહેરાવી. હવે આ લગ્નનો વીડિયો પણ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ગાઝિયાબાદના વૈશાલીની મેક્સ હોસ્પિટલમાં એક કપલે લગ્ન કર્યા. વરરાજા ડેન્ગ્યુથી પીડિત હતો અને તેને 25 નવેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેના લગ્ન 27 નવેમ્બરના રોજ થવાના હતા. લગ્ન સમયપત્રક મુજબ થયાં પરંતુ હોસ્પિટલમાં.
આ ઘટના ઉત્તરરપ્રદેશના ગાઝિયાબાદમાં આવેલા વૈશાલી સ્થિત મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાંની છે. ડેન્ગ્યુના કારણે વરરાજાને હોસ્પિટલમાં દાખલ કર્યાના બે દિવસ પછી 27 નવેમ્બરે આ કપલે હોસ્પિટલમાં જ લગ્ન કરી લીધા.
A couple got married at Max hospital in Vaishali, Ghaziabad. The groom was suffering from dengue and was admitted to the hospital on November 25 with his wedding due on Nov 27. The wedding took place as scheduled, but in the hospital. pic.twitter.com/8yEruMHyxB
— Piyush Rai (@Benarasiyaa) November 30, 2023
આ ઘટનાનો એક વીડિયો ઓનલાઈન શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં હોસ્પિટલનો વોર્ડ લગ્ન સ્થળમાં પરિવર્તિત થતો જોવા મળી રહ્યો છે. અહીં દુલ્હન અને વરરાજા નજીકના લોકોની હાજરીમાં તેમના ખાસ દિવસની ઉજવણી કરી રહ્યા છે.
આવી જ એક ઘટના વર્ષની શરૂઆતમાં પ્રકાશમાં આવી હતી. ત્યારે જ્યાં તેલંગાણાના એક વ્યક્તિએ તેની બીમાર ગર્લફ્રેન્ડ સાથે હોસ્પિટલમાં લગ્ન કર્યા હતા. લગ્નની પૂર્વ નિર્ધારિત તારીખે દુલ્હનની તબિયત ખરાબ હોવાને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેની સર્જરી કરવામાં આવી હતી. આ પછી વરરાજા હોસ્પિટલ પહોંચ્યો અને ત્યાં તેની બીમાર દુલ્હનને મંગળસૂત્ર પહેરાવીને લગ્ન કરી લીધા.












Click it and Unblock the Notifications
