Viral News : ફ્લાઇટ એટેન્ડન્ટે ગણાવ્યા ચિપ્સ પેકેટના ફાયદા, મુસાફરોનું ચકરાઇ ગયું મગજ
Viral News: વર્તમાન સમયમાં યુટ્યુબ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો લાઇફ હેક વિશે જોતા અને જાણતા રહે છે. જેમાંથી ઘણા સાચા હોય છે, તો ઘણા ફેક હોય છે.
લોકો આ હેક ઘરે કરે છે, અને ચેક કરે છે કે એ કામ કરે છે કે કેમ? આવું જ એક લાઇફ હેક એક ફ્લાઇટ એટેન્ડન્ટે શેર કર્યું હતું. જેણે ચિપ્સના પેકેટને ફેંકી ન દેવા માટે જણાવ્યું અને તેના ઉપયોગ સમજાવ્યા હતા.

તમે પણ વિચારતા હશો કે, આખરે ચિપ્સના પેકેટનો ઉપયોગ કચરો સિવાય શું થઈ શકે? પરંતુ મિગુએલ મનોજ નામના ફ્લાઈટ એટેન્ડન્ટનું કહેવું છે કે, આ પેકેટ્સ તમને લૂંટાતા બચાવી શકે છે.
મિરરના રિપોર્ટ અનુસાર, મિગુએલનું કહેવું છે કે, જ્યારે લોકો ફરવા જાય છે, ત્યારે ઘણી વખત હોટલના રૂમમાં તેમનો કીમતી સામાન છોડી દે છે. આવી સ્થિતિમાં કેબિન ક્રૂ દ્વારા સૂચવવામાં આવેલા હેક્સ કામમાં આવશે.
ફ્લાઈટ એટેન્ડન્ટે કહ્યું કે, જ્યારે પણ તે હોટલમાં હોય છે, ત્યારે તે પોતાની કિંમતી વસ્તુઓ છુપાવવા માટે ચિપ્સ પેકેટ અને ટીન ફોઇલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરે છે. કારણ કે, કોઈને ખ્યાલ નથી કે, આમાં કોઇ કિંમતી સામાન હોઈ શકે છે. તેણે એ પણ ધ્યાન દોર્યું કે, બાળકો સાથે મુસાફરી કરતા પરિવારો તેમની નેપ્પીમાં કિંમતી વસ્તુઓ છુપાવી શકે છે. આ જગ્યાઓ કોઇ ફંફોસતું નથી.
મિગ્યુએલની વાતથી દરેક જણ પ્રભાવિત થયા ન હતા. ઘણા લોકોએ જણાવ્યું હતું કે, આ ટેક્નિક દ્વારા તમારી કિંમતી ચીજવસ્તુઓ કચરામાં જાય તેવી શક્યતા વધી શકે છે. જ્યારે રૂમ સાફ કરવામાં આવે છે, ત્યારે આ વસ્તુઓ ફેંકી શકાય છે. તેના બદલે પૈસા કપડાંના સિક્રેટ પોકેટમાં અથવા ધાર્મિક પુસ્તકોની અંદર રાખી શકાય છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે, જ્વેલરી કે પૈસા એક્સપાયર્ડ કોસ્મેટિક્સ બોક્સમાં રાખી શકાય છે.












Click it and Unblock the Notifications
