For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સપનામાં શિવલિંગ કે શિવજીનું ત્રિશૂળ દેખાય તો શું સમજવું!

ભગવાન શંકર અને તેની વસ્તુઓ દેખાય સપનમાં તો થાય છે કંઈક આવુ.દરેક વ્યક્તિને આવેઅલગ- અલગ સપના આવે છે.

|
Google Oneindia Gujarati News

કહેવાય છે કે સપના અક્ષરો જેવા હોય છે જે અચેત મનથી જોવામાં આવે છે પણ તેને યોગ્ય રીતે સમજવા માટે તેને સાફ કરવા પડે છે તેનો મતલબ સમજવો પડે છે. સપનામાં સારા અને ખરાબ બન્ને પ્રકાર હોય છે. વળી સપના બધાને આવે છે. અને તે આપણી જિંદગીથી જોડાયેલા હોય છે.

ત્યારે આજે અમે તમને એવા સપનાનો અર્થ જણાવીશું જેમાં તમને શંકર ભગવાન કે તેના ચિન્હો જેવા કે ડમરું, ત્રિશૂળ, ચંદ્ર દેખાય તો તેનો શું મતલબ હોઇ શકે. તો જો તમે પણ સપના અને તેની પાછળના રહસ્યોને જાણવાનો પ્રયાસ કરતા હોવ તો આ લેખ જરૂરથી વાંચજો. અને હા તેને શેયર કરવાનું ના ભૂલતા. તો વાંચો આ રસપ્રદ અને મજેદાર આર્ટીકલ...

સપનામાં દેખાય શિવલિંગ

સપનામાં દેખાય શિવલિંગ

આ સપનું તમારા ધ્યાનમાં લીન હોવાનો સંકેત બતાવે છે. જે શિવભક્ત હોય છે અને જે આખી જિંદગી શિવજીમાં ભક્તિમાં લીન હોય છે તેને ધણીવાર આવા સપના આવે છે. સપનામાં શિવલિંગ દેખાતા તમારી મુશ્કેલીઓ દૂર થશે અને તમારા કાર્યમાં તમારી વિજય થશે અને શિવજીની કૃપા થશે તે વાત સંકેત જાણવા મળે છે.

શિવ પાર્વતીને એક સાથે સપનામાં જોવું

શિવ પાર્વતીને એક સાથે સપનામાં જોવું

આવું સપનું આવવાનો મતલબ છે કે તમારા લાભ, યાત્રા, ખાદ્યપ્રાપ્તિ, ધનમાં વુદ્ધિ થશે. શિવ પાર્વતીને સપનામાં સાથે જોવા એક સારું સુકન માનવામાં આવે છે.

તાંડવ કરતા શિવજી

તાંડવ કરતા શિવજી

આ આક્રમકતા અને આવેશનો સંકેત છે. જો તમને આવું સપનું આવે તો તમારી તમામ મુશ્કેલીઓ દૂર થવાની છે અને સાથે ઘન લાભની પણ શક્યતા છે.

શિવજીનું મંદિર

શિવજીનું મંદિર

પુત્રસુખ પ્રાપ્ત થશે જો તમને આવું સપનું આવે તો. વળી જો તમને કોઇ બિમારીથી પીડિત હોવ તો તમે જલ્દી સાજા થઇ જશો. વળી તમને માઇગ્રેન કે માથાના દુખાવાની ફરિયાદ હોય તો તે પણ દૂર થઇ જશે.

શિવજીનું ત્રિશૂલ

શિવજીનું ત્રિશૂલ

આ સપનું તમારા પૂર્વ જન્મ, અને પૂર્વ જન્મના કોઇ સંબંધને દર્શાવે છે. જીવન અને મૃત્યુથીની તે વાતોનો સંબંધ હોઇ શકે. તો વળી ત્રિશૂળ તમારી સમસ્યાઓને પણ દૂર કરશે તે પણ મનાય છે.

શિવજીનો ચંદ્ર

શિવજીનો ચંદ્ર

શિવના માથા પરનો અર્ધ ચંદ્ર તમારા જીવનમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયને બતાવે છે. તેનો કોઇને કોઇ સંબંધ તમારા એજ્યુકેશન સાથે સંબંધિત છે.

શિવજીનું ત્રીજુ નેત્ર

શિવજીનું ત્રીજુ નેત્ર

શિવજીનું ત્રીજુ નેત્ર સતર્કતા અને જાગરૂતતા બતાવે છે. આ સપનું તમારા જીવનના મહત્વપૂર્ણ સંકેત બતાવે છે.

શિવજી ડમરું

શિવજી ડમરું

શિવજીનું ડમરું ધ્વનિનું પ્રતીક છે. આવું સપનું તમારા જીવનમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ કરશે.

શિવજીની ગંગા

શિવજીની ગંગા

ગંગાનો મતલબ જ્ઞાન, યોની અને આત્માની પવિત્રતા. જો શિવજી અને તેમની જીટામાંથી વહેતી ગંગા દેખાય તો તેનો મતલબ થાય છે કે તમારા જીવનમાં પ્રેમ, જ્ઞાન અને સમુદ્ધિ પ્રાપ્ત થશે.

સાંપ દેખવો

સાંપ દેખવો

સાંપ જો સપનામાં દેખાય તો પૈસા અને ફાયદો થવાની શક્યતા રહેલી છે. તો સાંપ ફણ ફેલાઇ બેઠો હોય તો શુભ ફળ મળવાનો પણ આસાર રહે છે. અને આ રીતે તમને નાગ દેવતાના આશીર્વાદ મળે છે.

English summary
Spiritual dreams come when your thoughts are positive for everyone. Have you ever seen Lord Shiva or his symbols like Trishul or snake in your dreams? If yes then here the exact meaning what it actually means...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X