શું છે શુગર બેબી ડેટિંગ ટ્રેન્ડ? વિદેશમાં કેમ ઝડપથી પોપ્યુલર થઈ રહ્યો છે?
તમે ઘણી વખત સાંભળ્યુ હશે કે યુવા છોકરા છોકરીઓને મોટી ઉમરના પાર્ટનર વધુ પસંદ આવે છે. હને આ વસ્તુ વિદેશમાં ટ્રેન્ડ બની રહી છે. શુગર બેબીના નામે ઓળખાતો આ ડેટિંગ ટ્રેન્ડ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
યુરોપિયન દેશોમાં આ ડેટિંગનો નવો કોન્સેપ્ટ ઝડપથી પોપ્યુલર થઈ રહ્યો છે. જરૂરિયાતો પૂરી કરવા કોલેજ ગર્લ સ્ટુડન્ટ્સ વૃદ્ધ શ્રીમંત લોકોને ડેટ કરે છે. આ વૃદ્ધ અમીરોને ડેટ કરવાના બદલામાં તેમને પૈસા અને ગિફ્ટ મળે છે.

છોકરીઓ આવુ કામ એટલે છે કે તેનાથી તે શોખ પૂરા કરી શકે. લંડનની 24 વર્ષની શાર્લોટ ડેવિસ આ દિવસોમાં દુનિયાભરમાં પ્રવાસ કરી રહી છે. પબ અને રેસ્ટોરન્ટમાં જવું અને ઘણી પાર્ટી કરવી તેનું રોજનું કામ છે. ખાસ વાત એ છે કે તે માત્ર મોટી ઉમરના પુરૂષોને જ ડેટ કરે છે. તેને તેની ઉંમરના લોકોમાં કોઈ ખાસ રસ નથી.
શાર્લોટ ડેવિસે જણાવ્યું કે, તેને એક ટીવી શો જોયા પછી સુગર બેબી બનવાનો વિચાર આવ્યો. આ શોમાં સુગર બેબી અને સુગર ડેડી વચ્ચેનો સંબંધ બતાવવામાં આવ્યો હતો. આ શો જોયા પછી જ શાર્લોટને લાગ્યું કે તે પણ આવું કરી શકે છે. આ દરમિયાન જ તે તેની 8 વર્ષ લાંબી રિલેશનશીપમાંથી બહાર આવી હતી.
તેને એવા પાર્ટનરની જરૂર હતી જે તેની લાગણીને સમજી શકે. તેને ટેકો આપે અને માનસિક રીતે મદદ કરી શકે. શાર્લોટ ફરી સિરિયસ રિલેશનશીપમાં જવા નહોતી માંગતી. આ માટે તેને ડેટિંગ એપ ડાઉનલોડ કરી અને મિત્રની શોધ શરૂ કરી. જ્યાં તેને ડેટ કરવા માટે લોકોની લાંબી લાઇન હતી.
શાર્લોટે ડેટિંગ એપથી 30 થી 60 વર્ષના લોકોને ડેટ કરવાનું શરૂ કર્યું. તેના કરતા મોટી ઉંમરના લોકોને ડેટ કરવાથી તેને લક્ઝરી લાઈફ સાથે પૈસા અને ગિફ્ટો પણ મળી. તેણે કહ્યું કે મને લાગે છે કે જે લોકો સાથે મેં પહેલા શારીરિક સંબંધો બાંધ્યા હતા તેના કરતા તે ઘણા સારા છે અને તેમાં હું ખુશ છું અને સંતોષ મેળવી રહ્યી છું.
શાર્લોટ ડેવિસે જણાવ્યુ કે, આ લોકો મને શોપિંગ માટે લઈ જાય છે અને જ્યારે હું ફરવા જાઉં છું ત્યારે આ લોકો બધું એરેંજ કરે છે. થોડા દિવસો પહેલા જ હું પેરિસમાં ઘણા દિવસો સુધી રજાઓ મનાવીને અહીં આવી છું. અત્યાર સુધી આ સંબંધમાં કંઈ ખોટું થયું નથી અને દરેક સુગર ડેડીએ મને મારા અગાઉના તમામ સંબંધો કરતાં વધુ સન્માન આપ્યું છે.
અહેવાલો અનુસાર, ડેવિસ દરેક ડેટ માટે મેલ પાર્ટનર પાસેથી 250 ડોલર એટલે કે લગભગ 20 હજાર રૂપિયા લે છે.












Click it and Unblock the Notifications
