જ્યારે અમીર બાપની છોકરીને સાધારણ છોકરા સાથે પ્રેમ થયો… છોડી દીધી કરોડોની સંપતિ, જાણો શું છે પુરી ઘટના?
આ દુનિયામાં પ્રેમ જ એક એવી વસ્તુ છે જેમાં ઉંચ-નીચ કે અમીર ગરીબનો ભેદભાવ નથી હોતો. પ્રેમીઓ પોતાના પ્રેમ માટે કોઈપણ હદ વટાવી જતા હોય છે. મલેશિયામાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી.
મલેશિયામાં સામે આવેલી આ ઘટનાએ ફરી એક વખત દુનિયાને પ્રેમની તાકાતનો પરચો આપ્યો હતો. અહીં એક અમીર બાપની છોકરીને સાધારણ પરિવારના છોકરા સાથે પ્રેમ થઈ ગયો હતો. આ પ્રેમ એટલો જજૂની હતો કે તેને તેના પિતાની અરબો રૂપિયાની મિલ્કતને પણ લાત મારી દીધી.

મલેશિયાના ખૂ કે પેંગ નામના મોટા ઉદ્યોગપતિની પુત્રી એન્જેલિન ફ્રાન્સિસ ખોને એક સાધારણ છોકરા સાથે પ્રેમ થયો હતો. આ યુવતીની તેની માતા પૌલિન ચાઈ ભૂતપૂર્વ મિસ મલેશિયા હતી. ખૂ પેંગ મલેશિયન યુનાઈટેડ ઈન્ડસ્ટ્રીઝના માલિક હતા અને તેમણે બ્રિટિશ લાઈફ સ્ટાઈલ અને ડિઝાઇનર બ્રાન્ડ લૌરા એશ્લેમાં પણ રોકાણ કર્યું હતું. પિતાની કુલ સંપત્તિ 300 મિલિયન ડોલર 2 હજાર કરોડ હતી.
એન્જેલિનના જીવનમાં કંઈક એવું બન્યું કે તેણે તેના પિતાની અબજોની સંપત્તિને લાત મારી દીધી. જેના કારણે તે લાઇમલાઇટમાં આવી હતી. વર્ષો જૂની આ વાત આજે પણ ચર્ચામાં રહે છે.
એન્જેલિન 2001માં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે ગઈ ત્યાં તેની મુલાકાત કેરેબિયનમાં જન્મેલા ડેટા સાયન્ટિસ્ટ જેડિડિયાહ ફ્રાન્સિસ સાથે થઈ. તેને ફ્રાન્સિસ સાથે પ્રેમ થયો અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યુ.
જો કે એન્જેલિનના પિતાને આ વાત મંજુર નહોતી. તેઓ છોકરાને યોગ્ય માનતા ન હતા અને લગ્ન માટે તૈયાર ન થયા. આ વાતથી એન્જેલિનને ગુસ્સો આવ્યો અને તેણે આખી પ્રોપર્ટીને લાત મારી દીધી અને ફ્રાન્સિસ સાથે લગ્ન કરી લીધા.
આ પછી એન્જેલિને રોઝી ઓન ફાયર નામની લક્ઝરી ક્લોથિંગ બ્રાન્ડ શરૂ કરી. આમાં તેના પતિએ સાથ આપ્યો અને માતા પણ તેની મદદમાં જોડાઈ. વર્ષ 2013 માં તે તેના માતાપિતાના છૂટાછેડાના કેસમાં ફસાઈ અને તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયુ.
આ કેસ 4 વર્ષ સુધી ચાલ્યો અને વર્ષ 2017માં કોર્ટે તેના પિતાને તેની માતાને છૂટાછેડાના સમાધાન તરીકે 600 કરોડ રૂપિયા આપવાનો આદેશ કર્યો. હવે તે તેના બિઝનેસ પર કામ કરી રહી છે.












Click it and Unblock the Notifications
