મહિલાઓની પ્રિય સાડીનો આવિષ્કાર કોણે કર્યો? જાણો સાડી સાથે જોડાયેલી રોચક વાતો

આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સની જીત બાદ રવિન્દ્ર જાડેજાની પત્નિ રીવાબા જાડેજા મેદાન પર સાડીમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ સાડી અચાનક ટ્રેડિંગમાં આવી ગઈ હતી. મહિલાઓની પ્રિય સાડી વિશે તો બધાને ખબર છે પરંતુ તેનો આવિષ્કાર કોણે કર્યો તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.

ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓ માટે સાડીનું અલગ મહત્વ છે. સાડી મહત્વના વસ્ત્રમાંથી એક છે. મહિલાઓ સારા પ્રસંગોએ સાડી પહેરીને પોતાને શણગારે છે. આજે અમે તમને સાડી સાથે જોડાયેલી કેટલી બાબતો જણાવવા જઈ રહ્યા છીએ.

saree

વસ્ત્ર તરીકે સાડીનો ઈતિહાસ ઘણો જૂનો છે. સાડીનો પ્રથમ ઉલ્લેખ વેદોમાં જોવા મળે છે. યજ્ઞ અને હવન સમયે સાડી પહેરવાનો ઉલ્લેખ છે. માત્ર વેદોમાં જ નહીં પરંતુ મહાભારતમાં પણ સાડીનો ઉલ્લખ જોવા મળે છે. મહાભારતમાં જ્યારે દુશાસનએ દ્રૌપદીનું વસ્ત્રાહરણ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે શ્રીકૃષ્ણએ દ્રૌપદીને તેની સાડીની લંબાઈ વધારીને બચાવી હતી.

સાડી વિશ્વનું સૌથી લાંબુ સિલાઇ વગરનું કપડું છે. એવરેજ સાડીની લંબાઈ 5 થી 6 ફૂટ સુધી હોય છે. સાડી વિશ્વમાં સૌથી વધુ પહેરવામાં આવતા વસ્ત્રોમાં પાંચમા સ્થાને છે. વિવિધ રાજ્યોમાં વિવિધ પ્રકારની સાડીઓ ઉપલબ્ધ છે. સાડી પહેરવાની રીત પણ અલગ અલગ હોય છે.

કેટલીક જાણીતી સાડીઓની વાત કરીએ તો, મધ્ય પ્રદેશની ચંદેરી અને માહેશ્વરી સાડી, ગુજરાતની બાંધણી, રાજસ્થાનની લહેરિયા, આસામની કોરલ સિલ્ક સાડી, તમિલનાડુની કાંચીવરમ, ઉત્તર પ્રદેશની બનારસી, તાંચી અને જામદાની સાડી, મહારાષ્ટ્રની પૈઠાની સાડી વગેરે સુંદર સાડીના ઉદાહરણ છે.

પ્રસંગો અને પરંપરાઓ અનુસાર પણ સાડીના રંગ અને પહેરવાની રીત બદલાય છે. હરિયાળી તીજ પર મહિલાઓ લીલા રંગની સાડી પહેરે છે. આવા બીજા ઘણા પ્રસંગો જેમ કે દુર્ગા પૂજા અને અન્ય વિશેષ તહેવારો અથવા ઉજવણીઓ પર અલગ અલગ સાડી પહેરવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X