રોમના રસ્તા પર લાલ સાડીમાં સિંદુર લગાવીને ફરતી આ મહિલા કોણ છે? ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ
આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવતી ઈન્ડિયન સાડીમાં રોમમાં ફરતી જોવા મળી રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકો તેના વિશે સર્ચ કરી રહ્યાં છે.
જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર અને કન્ટેન્ટ ક્રિયેટર પલ્લવી રાજનો છે. પલ્લવી રાજ હાલમાં જ રોમ પહોંચી હતી અને અહીં તે જે લુકમાં જોવા મળી તેની ચર્ચા પુરા ભારતમાં થઈ રહી છે.

આ વીડિયો શૂટ કરવામાં આવ્યો એ દિવસે પલ્લવી રાજની એનિવર્સરી હતી અને તે ટ્રેડિશનલ ઈન્ડિયન લુકમાં સિંદર અને લાલ સાડીમાં જોવા મળી રહી છે. તેનો વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોને સોશિયલ મીડિયા પર 50 લાખથી વધુ લોકોએ જોયો છે. વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું છે કે જ્યારે રોમમાં સાડી પહેરી તો ઈટાલિયન લોકોની પ્રતિક્રિયા શું હતી. મેં મારી પ્રથમ એનિવર્સરી માટે આ લુક પસંદ કર્યો, અમે ગલીઓમાં ફર્યા ત્યારે ત્યાંના લોકોની પ્રતિક્રિયાઓ રેેકોર્ડ કરવાનું વિચાર્યુ.
આ વીડિયો સામે આવ્યા બાદ લોકો સોશિયલ મીડિયા પર સતત પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ કે, ઈન્ટરનેટ તેના આત્મવિશ્વાસથી પ્રભાવિત છે. આજની દુનિયામાં ખાસ કરીને ભારતમાં જ્યાં દરેક લોકો પશ્ચિમી સંસ્કૃતિ તરફ દોડી રહ્યા છે ત્યારે આ વીડિયો આપણને ગર્વ અનુભવ કરાવે છે.
અન્ય એક યુઝરે લખ્યુ તે, સાડી પહેરવાનો વિચાર પ્રશંસનીય છે. આવું એટલા માટે કારણ કે જ્યારે આપણે ક્યાંક બહાર જઈએ છીએ ત્યારે વેસ્ટર્ન કપડા જ પહેરીએ છીએ.
અન્ય એક યુઝરે લખ્યુ કે, આમ જ આગળ વધતા રહો. એક યુઝરે કહ્યું કે મારી માતાએ એક મહિના માટે સમગ્ર યુરોપમાં પ્રવાસ કર્યો અને ત્યાં માત્ર સિલ્કની સાડીઓ જ પહેરી હતી. તે તેમાં સૌથી વધુ કમ્ફર્ટ અનુભવે છે. આ સાથે લોકો તેના જોરદાર વખાણ પણ કરી રહ્યા હતા.












Click it and Unblock the Notifications
