કોને બનાવી હતી બાર્બી ડોલ? જાણો કેમ દુનિયામાં પોપ્યુલર થઈ ગઈ?
આ દિવસોમાં ભારત સહિત દુનિયાભરમાં એક ફિલ્મની ખુબ ચર્ચા છે. આ ફિલ્મ ગ્રેટા મેરવિંગની બાર્બી છે. હાલમાં જ રિલીઝ થયેલી આ ફિલ્મ બાર્બી ડોલ પર બનેલી છે અને તે લોકોને ખુબ પસંદ આવી રહી છે.
આ ફિલ્મ બાર્બી ડોલ પર બનેલી છે. દુનિયાભરમાં જાણીતી બાર્બી ડોલનો ઇતિહાસ રોચક છે. આ ફિલ્મ બાર્બી ડોલ્સના નિર્માણ અને સફળતા પર આધારિક છે. રૂથ હેન્ડલરને મધર ઓફ બાર્બી તરીકે ઓળખવામાં આવે છે. 1916માં અમેરિકામાં જન્મેલા હેન્ડલર 2002 સુધી જીવ્યા. રૂથ હેન્ડલરે બાર્બી ડોલનું નામ તેની પુત્રી બાર્બરાના નામ પરથી રાખ્યું અને દુનિયાભરમાં જાણીતુ બની ગયુ.

તેમણે બાર્બી ડોલમાં આર્થિક રીતે સ્વતંત્ર અને કામ કરતી સ્ત્રીને દર્શાવી. આ 1950 અને 1960 ના દાયકાની શરૂઆતમાં રૂઢિચુસ્ત સમાજમાં મહિલાઓને પ્રેરણા આપતી ડોલ બની ગઈ. રુથની બાર્બી ડોલ વિશ્વમાં સૌથી વધુ વેચાતા રમકડાંમાંથી એક છે. આ ઢીંગલીમાં એક યુવાન સ્ત્રી દર્શાવવામાં આવી હતી, જે આત્મવિશ્વાસુ, આકર્ષક અને કામ કરતી મહિલાનું પ્રતિનિધિત્વ કરતી હતી.
અમેરિકામાં રહેતા હેન્ડલર પોલિશ-યહૂદી ઇમિગ્રન્ટ પરિવારમાં આવતા હતા. આ પરિવારની દરેક મહિલાઓ અને પુરુષોને કમાવુ પડતુ હતા. 1945 માં રૂથે પતિ ઇલિયટ અને હેરોલ્ડ મેટસન સાથે ગેરેજમાં મેટેલ નામની કંપની શરૂ કરી. આ કંપનીમાં પિક્ચર ફ્રેમ્સ અને ડોલ હાઉસનું ફર્નિચર બનાવવામાં આવ્યું હતું.
ડોલ હાઉસ ફર્નિચર વેચાણની દ્રષ્ટિએ એક મોટી સફળતા હતી. આ પછી તેમણે ઘણા પ્રકારના રમકડા બનાવીને સફળતા મેળવી. હાલમાં મેટેલ વિશ્વની સૌથી મોટી ટોય કંપનીઓમાંની એક છે. બાળકોની પ્રિય બાર્બી ડોલ વર્કિંગ વુમન માટે ડિઝાઇન કરવામાં આવી હતી અને બાળકોમાં સૌથી વધુ લોકપ્રિય થઈ ગઈ.












Click it and Unblock the Notifications
