For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

35 હજાર મહિલાઓ સાથે સંબંધ અને 600 વખત મારવાની કોશિશ, જાણો કોણ હતા ક્યુબાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફિડેલ કાસ્ટ્રો?

તમને કોઈ કહે છે એક વ્યક્તિના 35 હજાર મહિલાઓ સાથે સંબંધ છે તો આ વાત માનવામાં મુશ્કેલ લાગે. જો કે એક એવી પણ વ્યક્તિ છે જેના પર આ આરોપ લાગ્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

તમને કોઈ કહે છે એક વ્યક્તિના 35 હજાર મહિલાઓ સાથે સંબંધ છે તો આ વાત માનવામાં મુશ્કેલ લાગે. જો કે એક એવી પણ વ્યક્તિ છે જેના પર આ આરોપ લાગ્યા છે. ક્યુબાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફિડેલ કાસ્ટ્રોને લઈને કહેવાય છે કે તેમના 35 હજાર મહિલાઓ સાથે સંબંધ હતા અને તેમને 600 વખત મારવાની કોશિશ કરવામાં આવી.

ફિડેલ કાસ્ટ્રો કોણ હતા?

ફિડેલ કાસ્ટ્રો કોણ હતા?

ફિડેલ કાસ્ટ્રો વિશે એવુ કહેવાય છે કે તેમને મારવા માટે એક મહિલા તેમની ગર્લફ્રેન્ડ બની હતી. તેમ છત્તા તે સફળ ન થઈ. જાણકારો કહે છે કે કાસ્ટ્રો દુશ્મનોથી એક કદમ આગળ રહેતા હતા. ફિડેટ કાસ્ટ્રોના જીવન વિશે ઘણી એવી વાતો છે ચૌકાવનારી છે.

ક્યુબાના પૂર્વ રાષ્ટ્રપતિ વિશે ચૌકાવનારા દાવા

ક્યુબાના પૂર્વ રાષ્ટ્રપતિ વિશે ચૌકાવનારા દાવા

ક્યુબાના પૂર્વ રાષ્ટ્રપતિ ફિડેલ કાસ્ટ્રો પર બનેલી એક ડોક્યુમેન્ટ્રી અનુસાર, તેમના અનેક મહિલાઓ સાથે સંબંધો હતા અને તેમના પણ ઘણા હુમલાનો ઉલ્લેખ છે. દુશ્મનોએ તેમને ઝેરી સિગારથી લઈને વિસ્ફોટક સિગારેટ સુધી ઘણી રીતે મારવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તે ક્યારેય સફળ થયા નહોતા.

કાસ્ટ્રોનો જન્મ ક્યુબાના બિરાનમાં થયો હતો

કાસ્ટ્રોનો જન્મ ક્યુબાના બિરાનમાં થયો હતો

ફિડેલ કાસ્ટ્રોનો જન્મ 13 ઓગસ્ટ 1926ના રોજ ક્યુબાના બિરાનમાં થયો હતો. બળવા બાદ ક્યુબાની સત્તા ફિડેલ કાસ્ટ્રોના હાથમાં આવી હતી. કાસ્ટ્રોને સામ્યવાદી ક્યુબાના પિતામહ ગણવામાં આવે છે. 1959માં ફિડેલ કાસ્ટ્રોએ ક્યુબામાં બળવો કર્યો હતો. આ પછી તેઓ 2008 સુધી શાસન કરતા રહ્યા.

કાસ્ટ્રો અમેરિકાની નીતિઓનો ઘોર વિરોધી હતા

કાસ્ટ્રો અમેરિકાની નીતિઓનો ઘોર વિરોધી હતા

રાષ્ટ્રપતિ કાસ્ટ્રો અમેરિકાની નીતિઓનો ઘોર વિરોધી હતા. તેમણે અમેરિકન રાષ્ટ્રપતિઓની મજાક પણ ઉડાવી હતી. અમેરિકન ગુપ્તચર એજન્સીઓએ લાંબા સમય સુધી ફિડેલ કાસ્ટ્રોને મારવાની કોશિશ કરતી રહી પરંતુ હંમેશા નિષ્ફળ રહી. ફિડેલ કાસ્ટ્રો પર 600 થી વધુ હુમલા થયા અને તમામ નિષ્ફળ રહ્યાં.

35 હજાર મહિલાઓ સાથે સંબંધોનો દાવો

35 હજાર મહિલાઓ સાથે સંબંધોનો દાવો

ફિડેલ કાસ્ટ્રો પર બનેલી ડોક્યુમેન્ટ્રીમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેમના 35 હજાર મહિલાઓ સાથે સંબંધો હતા. કાસ્ટ્રો તેમની સરમુખત્યારશાહી માટે જાણીતા હતા. તેણે લગભગ 49 વર્ષ ક્યુબા પર શાસન કર્યું.

2008માં સત્તા છોડી

2008માં સત્તા છોડી

એ પણ જાણવુ જરૂરી છે કે, વર્ષ 2008માં ક્યુબાના પૂર્વ રાષ્ટ્રપતિ ફિડેલ કાસ્ટ્રોએ પોતાના ભાઈને સત્તા સોંપી હતી. 2016માં તેમનું 90 વર્ષની વયે અવસાન થયુ હતુ.

English summary
Who was former Cuban President Fidel Castro?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X