પિઝા ગોળ જ કેમ હોય છે? જાણો તેમ છત્તા તેને ચોરસ બોક્સમાં કેમ આપવામાં આવે છે?
પિઝાના દિવાનાઓની દુનિયામાં મોટી સંખ્યા લોકો છે. લોકો શોખથી પિઝા ખાય છે. જો કે તમે એક વાત ક્યારેય નોટીસ નહીં કરી હોય કે પિઝા ગોળ જ કેમ હોય અને તેને ચોરસ બોક્સમાં કેમ આપવામાં આવે છે? આ સિવાય પિઝાને ત્રિકોણ આકારમાં જ કેમ કાપવામાં આવે છે?
આ સવાલોના જવાબ પણ પિઝામાં જ છુપાયેલા છે. પિઝાને ચોરસ કેમ નથી બનાવાતા તેનો જવાબ રોટલીમાં છુપાયેલો છે. રોટલી હંમેશા ગોળ બનાવવામાં આવે છે. આવું એટલા માટે કારણ કે જ્યારે રોટલી ગોળ બનાવવામાં આવે ત્યારે તે બધી બાજુથી સરખી પાકે છે.

આ જ કારણ પિઝાને પણ લાગુ પડે છે. જ્યારે પિઝાને ગોળાકાર બનાવવામાં આવે છે ત્યારે તે બધી બાજુઓથી સમાન રીતે પાકે છે. જો તે કોઈ અન્ય કદની હોય તો કેટલીક જગ્યાએ તે વધુ અને અન્ય જગ્યાએ ઓછી પાકે છે.
પિઝાને ચોરસ બોક્સમાં આપવા પાછળ પણ એક કારણ છે. પિઝાને ગોળ બોક્સમાં મુકવાથી તે બગડી જશે. ચોરસ બૉક્સનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તે સ્ટોર કરવા માટે સરળ છે. જ્યારે ચોરસ બોક્સ શેલ્ફ પર મૂકવામાં આવે ત્યારે તે કોઈ ખાલી જગ્યા છોડતા નથી, જેથી તેઓ ઓછી જગ્યામાં વધુ બોક્સ ફિટ થઈ શકે છે.
જો બોક્સ ગોળાકાર હોય તો તે દિવાલના ખૂણામાં નહીં રહે. આ સ્થિતિમાં તેઓ વધુ જગ્યા રોકશે. લોકો ઘણીવાર પિઝાને ફ્રીજમાં રાખે છે અને તેમાં માત્ર ચોરસ આકારના બોક્સ જ ફિટ થઈ શકે છે. ચોરસ બોક્સ બનાવવા માટે ઓછા ખર્ચાળ છે, કારણ કે કાર્ડબોર્ડની એક શીટનો ઉપયોગ કરીને તૈયાર થઈ જાય છે.
એક સવાલ એ છે કે પિઝા હંમેશા ત્રિકોણ આકારમાં કેમ કાપવામાં આવે છે અને અન્ય કોઈ આકારમાં કેમ નથી? આનો જવાબ સરળ છે અને શક્ય છે કે તમે તેના વિશે જાણતા હશો. જો કોઈપણ ગોળ વસ્તુને સરખી રીતે કાપવી હોય તો તેને નાના ત્રિકોણમાં કાપવી એકમાત્ર ઉપાય છે.
જો પિઝાને ચોરસમાં કાપવામાં આવે છે તો કેટલાકને મોટો ભાગ મળી શકે છે અને કેટલાકને નાનો ભાગ મળી શકે છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
