ઢીંગલા સાથે લગ્ન કરીને મહિલાએ પ્રેગનન્ટ થઈ હોવાનો દાવો કર્યો, જાણો ક્યાંની છે આ વિચિત્ર ઘટના?
થોડા સમય પહેલા વડોદરાની એક મહિલાએ પોતાની સાથે લગ્ન કર્યા હતા. આ ઘટના સોશિયલ મીડિયા પર ખુબ છવાઈ હતી. આજે જે ઘટનાની વાત કરવાના છીએ તે આવી જ છે. આ ઘટના બ્રાઝીલની છે અને અહીં એક મહિલાએ ઢીંગલા સાથે લગ્ન કરીને પ્રેગનન્ટ થઈ હોવાનો દાવો કર્યો હતો.
થોડા સમય પહેલા બ્રાઝીલની આ મહિલા સોશિયલ મીડિયા પર છવાઈ હતી. તેને દાવો કર્યો હતો કે તેને એક ઢીંગલા સાથે લગ્ન કર્યા છે અને તેનાથી જ તે પ્રેગનન્ટ થઈ છે. આટલુ જ નહીં તેને આ ઢીંગલા પર દગો કરવાનો આરોપ પણ લગાવ્યો.

આ મહિલાનું નામ મિરિવોન રોચા મોરેસ છે અને તેને લોકોને ચૌકાવતા કહ્યું છે કે, તે બહુ તેના બીજા બાળકની માતા બનવા જઈ રહી છે. આ સમાચાર લોકોને ચૌકાવી રહ્યા છે.
આ મહિલાએ તેના લગ્ન વિશે જણાવ્યુ કે, અમારા લગ્નજીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા. પરંતુ હવે પરેશાનીઓનો અંત આવ્યો છે અને તે ખૂબ જ ખુશ છે. મહિલાએ કહ્યું કે હું માર્સેલોથી સાથે બીજી વખત ગર્ભવતી છું. અમારે દીકરી પેદા થશે તો તેને વધુ આનંદ થશે. જણાવી દઈએ કે, માર્સેલો તેનો ઢીંગલો છે.
અહેવાલો અનુસાર, આ મહિલાએ ટિકટોકથી પ્રેગનન્ટ હોવાની માહિતી આપી અને તેનો વીડિયો લાખો લોકોએ જોયો છે. મહિલાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વીડિયોમાં ટેસ્ટિંગ કિટ પણ દેખાડી છે. કેટલાક લોકો તેને પ્રેગનન્ટ હોવા પર અભિનંદન પણ આપી રહ્યા છે.












Click it and Unblock the Notifications
