રોજ-રોજ જમવાનુ બનાવીને કંટાળી ગઈ હતી મહિલા, એક વારમાં જ 8 મહિનાનુ બનાવીને કરી દીધુ પેક
એક મહિલા દરરોજ રસોઈ અને તેના વિશે વિચારીને એટલી કંટાળી ગઈ કે તેણે નક્કી કર્યુ કે તે 8 મહિનાનુ ભોજન એક જ વારમાં બનાવી લેશે.
ઑસ્ટ્રેલિયાઃ જેઓ રસોઈ કરે છે તેઓ જાણતા હશે કે દરરોજ શું રાંધવુ તે વિશે વિચારવુ અને પછી શું બનાવવુ તે નક્કી કરવુ ખૂબ મુશ્કેલ હોય છે. જમવાનુ બનાવતા પહેલા દર વખતે આ વિચાર કરવામાં તમારો સમય તો લાગે જ છે પરંતુ ઘણી વખત જો ખાનારાને તે ન ગમે તો તમારો મૂડ પણ બગડી શકે છે. એક મહિલા દરરોજ રસોઈ અને તેના વિશે વિચારીને એટલી કંટાળી ગઈ કે તેણે નક્કી કર્યુ કે તે 8 મહિનાનુ ભોજન એક જ વારમાં બનાવી લેશે.

આ મહિલાએ 8 મહિનાનુ જમવાનુ એક સાથે બનાવી દીધુ
ઑસ્ટ્રેલિયાની 30 વર્ષીય કેલ્સી શોએ તેના પરિવાર માટે 8 મહિનાનુ ભોજન તૈયાર કર્યુ છે. પરંતુ આ બધુ એક દિવસમાં બન્યુ નથી. શૉએ આ માટે પૂરા ત્રણ મહિનાનો સમય લીધો છે. તેણે આ ત્રણ મહિનામાં 8 મહિના માટે 426 ખાદ્યપદાર્થો તૈયાર કર્યા છે.

જમવામાં શુંં-શું રાખ્યુ છે?
હવે તમે સમજી શકો છો કે તેણે કયા પ્રકારની તૈયારી કરી છે. કોઈપણ રસોડામાં જ્યાં ક અઠવાડિયાનુ મહત્તમ ભોજન હોય છે ત્યાં શૉ પાસે તેની પેન્ટ્રીમાં 8 મહિનાનુ ભોજન તૈયાર છે. શૉએ જે ભોજન તૈયાર કર્યુ છે તેમાં પૂરા ખોરાકથી લઈને તાજી ડબ્બાપેક શાકભાજી પણ છે જે તેના પરિવાર માટે મહિનાઓ સુધી ચાલશે.

5 વર્ષ પહેલા શરુ કર્યુ હતુ આ
તમને જણાવી દઈએ કે શૉનો પરિવાર ઉનાળામાં ખેતરમાંથી લાવવામાં આવેલો તાજો ખોરાક અને શિયાળામાં પહેલાથી સુરક્ષિત કરેલુ ફૂડ ખાય છે. એવુ નથી કે શૉ શરૂઆતથી જ ફૂડ અગાઉથી તૈયાર રાખતી હતી. પહેલાથી ભોજન બનાવવાની શરુઆત તેણે 2017માં કરી હતી. આ ત્યારે થયુ જ્યારે તે તેના પરિવાર સાથે ઇન્ડિયાના, યુએસએમાં શિફ્ટ થઈ હતી. શૉ ધીમી જીવનશૈલી અપનાવવા માંગતી હતી અને આના કારણે તે ખોરાકને કેવી રીતે સાચવવો તે શીખી ગઈ.

કેવી રીતે શીખી ટેકનિક
આ અંગે ખુલાસો કરતા શૉ કહે છે કે તેણેએકસાથે સ્ટોર કરવા માટે સૌપ્રથમ ડિહાઇડ્રેશનની ટેકનિક શીખી હતી. તેણે કહ્યુ કે તે આ વસ્તુઓ શીખવા માટે દરરોજ બે કલાક ફાળવે છે. શૉએ કહ્યુ કે કોરોના મહામારી દરમિયાન તેમની પ્રેક્ટિસ ખૂબ જ ઉપયોગી રહી. જ્યારે આખુ વિશ્વ ગભરાઈ રહ્યુ હતુ ત્યારે તેની પાસે સાચવેલ ખોરાકનો વિશાળ સ્ટૉક હતો.












Click it and Unblock the Notifications
