પતિ સાથે થયા ડિવૉર્સ...ખુશીમાં રાખી પાર્ટી અને વેઈટર સાથે થઈ ગયો પ્રેમ... વાંચો આ મહિલાની લવ સ્ટોરી

મહિલાએ ડિવૉર્સની પાર્ટી માટે વેઈટરને હાયર કર્યો હતો અને મહિલાને આ વેઈટર સાથે પ્રેમ થઈ ગયો. જાણો આખી લવ સ્ટોરી.

મેલબૉર્નઃ પ્રસંગ હતો એક સંબંધમાંથી છૂટા પડ્યા પછી નવા જીવનની શરૂઆતની ઉજવણી કરવાનો. પતિથી છૂટાછેડા લીધા પછી આ મહિલાએ વિચાર્યુ કે જીવનની નવી શરૂઆત તેના મિત્રો સાથે ઉજવણી કરીને કરવામાં આવે. પાર્ટી રાખવામાં આવી હતી... ખાવા-પીવાની સારી વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ મહિલાએ વિચાર્યુ નહોતુ કે તે પાર્ટીમાં આવેલી એવી વ્યક્તિના પ્રેમમાં પડી જશે જેની સાથે તેને દૂર-દૂર સુધી કોઈ સંબંધ નહોતો. વાસ્તવમાં મહિલાએ પાર્ટી માટે વેઈટરને હાયર કર્યો હતો અને મહિલાને આ વેઈટર સાથે પ્રેમ થઈ ગયો.

કેવી રીતે શરુ થઈ આ લવ સ્ટોરી

કેવી રીતે શરુ થઈ આ લવ સ્ટોરી

મામલો ઑસ્ટ્રેલિયાના મેલબોર્નનો છે જ્યાં આ વિચિત્ર પ્રેમની અદભુત કહાની સામે આવી છે. ગેબ્રિએલા લેન્ડોલ્ફી નામની આ મહિલાએ જ્યારે તેના પતિથી છૂટાછેડા લીધા ત્યારે તેને આશા નહોતી કે આટલી જલ્દી કોઈ તેના જીવનમાં પ્રવેશ કરશે. SWNSના સમાચાર મુજબ મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા પછી ઘરે એક નાનકડી પાર્ટીનુ આયોજન કર્યુ અને પાર્ટીમાં મહેમાનોને ભોજન પીરસવા માટે જૉન નામના વેઈટરને રાખ્યો.

મેસેજમાં લખ્યુ હતુ - પાર્ટી પછી તમે ઠીક છો?

મેસેજમાં લખ્યુ હતુ - પાર્ટી પછી તમે ઠીક છો?

મોજ-મસ્તી પછી પાર્ટી પૂરી થઈ અને બધા મહેમાનો પોતપોતાના ઘરે જવા રવાના થઈ ગયા. બીજા દિવસે જ્યારે ગેબ્રિએલા જાગી ત્યારે તેના મોબાઈલ પર એક મેસેજ આવ્યો. મેસેજમાં લખ્યુ હતુ- પાર્ટી પછી તમે ઠીક છો? જ્યારે ગેબ્રિએલાએ જવાબમાં મેસેજ મોકલનારનુ નામ પૂછ્યુ તો જાણવા મળ્યુ કે તે એ જ વેઈટર હતો જેને તેણે હાયર કર્યો હતો... અને અહીંથી બંને વચ્ચે પ્રેમ પાંગરવા લાગ્યો.

'ક્યારેય વિચાર્યુ નહોતુ જે વેઈટરને...'

'ક્યારેય વિચાર્યુ નહોતુ જે વેઈટરને...'

ફોન પર વાતચીત પછી ગેબ્રિએલા અને જૉન વારંવાર મળવા લાગ્યા અને લગભગ એક મહિના સુધી એકબીજાને ડેટ કર્યા પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. ગેબ્રિએલાએ કહ્યુ, 'મેં ક્યારેય વિચાર્યુ નહોતુ કેપાર્ટી માટે મે જે ટોપલેસ વેઈટરને રાખ્યો હતો તેની સાથે લગ્ન તો દૂરની વાત છે હું ક્યારેય રિલેશનશિપમાં રહીશ. પરંતુ જ્યારે હું ધીમે ધીમે તેને ઓળખવા લાગી ત્યારે મને ખબર પડી કે તે કેવો સારો વ્યક્તિ છે.

'આજે મારી પાસે સૌથી સુંદર પરિવાર છે'

'આજે મારી પાસે સૌથી સુંદર પરિવાર છે'

ગેબ્રિએલાએ આગળ કહ્યુ, 'જ્યારે મેં પહેલીવાર જૉનને જોયો ત્યારે મેં અલગ રીતે વિચાર્યુ હતુ પરંતુ આજે મારી પાસે સૌથી સુંદર પરિવાર છે. આ માર્ચ 2019ની વાત છે જ્યારે મેં મારા પતિથી છૂટાછેડા લીધા હતા. મને ખબર નહોતી કે છૂટાછેડાની ઉજવણી માટે બોલાવવામાં આવેલી પાર્ટીની એ ક્ષણો મારા જીવનને હંમેશ માટે બદલી નાખશે.

'ગયા પછી હું તમને મેસેજ કરીશ'

'ગયા પછી હું તમને મેસેજ કરીશ'

આ લવ સ્ટોરી વિશે ગેબ્રિયલાએ કહ્યુ, 'છૂટાછેડા પછી હું ખુશ હતી. એ વિચારીને સારુ લાગ્યુ કે હવે હું મુક્ત છુ. મને એ પણ યાદ નથી કે હું પાર્ટી દરમિયાન જૉન સાથે વધુ વાત કરી શકી હતી, હા, પણ મને યાદ છે કે તેણે કહ્યુ હતુ કે ગયા પછી તે બીજા દિવસે મને મેસેજ કરશે. હું તેને જોઈને હસી પડી અને તેથી જ જ્યારે બીજા દિવસે તેનો મેસેજ આવ્યો ત્યારે મને આશ્ચર્ય થયુ.

'તેણે રિયાલ્ટો ટાવર પર મને લગ્ન માટે પ્રપોઝ કર્યુ'

'તેણે રિયાલ્ટો ટાવર પર મને લગ્ન માટે પ્રપોઝ કર્યુ'

ગેબ્રિએલાએ આગળ કહ્યુ, 'જ્યારે અમે મળવાનુ શરૂ કર્યુ ત્યારે અમે એકબીજાને પસંદ કરવા લાગ્યા. એપ્રિલ 2019માં અમે બંને રિલેશનશિપમાં આવ્યા અને એકબીજાને ડેટ કરવાનુ શરૂ કર્યુ. આ પછી જૉને મને મેલબોર્નના રિયાલ્ટો ટાવર પર લગ્ન માટે પ્રપોઝ કર્યુ અને મને હા પાડતા જરાય વાર ન લાગી. અને આજે આપણે સાથે છીએ.' (તમામ ફોટા પ્રતીકાત્મક)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X