
દત્તક લીધેલા પુત્રની પત્ની કરતી હતી મારપીટ, 70 વર્ષની મહિલાએ આપ્યો પોતાના બાળકને જન્મ
રાજસ્થાનના કોટા જિલ્લામાં 70 વર્ષથી વધુ ઉંમરની મહિલાએ આઈવીએફ ટેકનિકના માધ્યમથી એક પ્રિમેચ્યોર બાળકી (સમયથી પહેલા જન્મ) ને જન્મ આપ્યો છે. બાળકીનો જન્મ એક ખાનગી હોસ્પિટલમાં થયો છે. સાંગોદ ગ્રામીણ વિસ્તારની રહેવાસી મહિલાએ 12 ઓક્ટોબરના રોજ સાડા છ મહિનાની બાળકીને જન્મ આપ્યો.
મીડિયા રિપોર્ટ અનુસાર નવજાત બાળકીની હાલત ગંભીર છે અને તેને એક અન્ય હોસ્પિટલના આઈસીયુમાં ભરતી કરવામાં આવી છે. બાળકનો ઈલાજ કરી રહેલા ડૉક્ટરનુ કહેવુ છે કે મહિલાની ઉંમર વિશે બરાબર જાણી શકાતુ નથી કારણકે તેમની પાસે ઉંમર સંબંધિત કોઈ સચોટ જાણકારી નથી. મહિલાએ પોતાની ઓળખ ખાનગી રાખવાનો આગ્રહ કર્યો છે અને કોઈ પણ પ્રકારની માહિતી આપવાનો ઈનકાર કર્યો છે.
ડૉક્ટરનુ કહેવુ છે કે મહિલાને પોતાનુ કોઈ બાળક નહોતુ, તો તેમણે પોતાના સંબંધીના પુત્રને દત્તક લીધો. પરંતુ તેમની વહુ તેમની સાથે મારપીટ કરતી હતી. ત્યારબાદ તેમણે પોતાનુ બાળક પેદા કરવાનો વિચાર કર્યો. ડૉક્ટરોનુ કહેવુ છે કે જ્યારે મહિલા તેમની પાસે આવ્યા તો તેમને તેમના આરોગ્ય માટે થોડી શંકા હતી પરંતુ તે પોતાના નિર્ણય પર અટલ હતા.
ડૉક્ટરને જ્યારે તપાસમાં એ વાત માલુમ પડી કે મહિલાનો જીવ જોખમમાં છે તો તેમણે શનિવારની રાતે સી-સેક્શન દ્વારા ડિલીવરી કરવાનો નિર્ણય કર્યો. વધુ ઉંમર હોવા ઉપરાંત 45 વર્ષની મહિલાને માત્ર એક જ ફેફસુ છે કારણકે તેમને ટીબીની બિમારી થઈ ગઈ હતી. તેમને બીપીની પણ સમસ્યા છે. એવામાં સી-સેક્શનનુ સફળ થવુ પણ ઘણુ મુશ્કેલ હતુ.મહિલાને વધુ એક મુશ્કેલી છે, તે પોતાના બાળકને દૂધ પણ નથી પિવડાવી શકતા એટલા માટે બાળકને પશુનુ દૂધ કે પછી દૂધ પાવડર જ પિવડાવવો પડશે. મહિલાનો ઈલાજ કરી રહેલા એક ડૉક્ટરનુ કહેવુ છે કે આઈવીએફ ટેકનિકમાં સફળતા માત્ર 20થી 40 ટકા જ સંભાવના હોય છે પરંતુ આ કેસમાં મહિલાની ઉંમર વધુ હોવાથી બાળકને જન્મ આપવાની સંભાવના ઘણી ઓછી હતી.
આ પહેલા ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આવો જ એક કેસ આંધ્રપ્રદેશના ગુંટૂર જિલ્લામાંથી પણ સામે આવ્યો હતો. જેમાં એક 74 વર્ષના વૃદ્ધ મહિલાએ બે જોડિયા બાળકીને જન્મ આપ્યો હતો. આ કેસથી પણ પહેલા હરિયાણાની રહેવાસી 70 વર્ષની દલજિંદર કૌરને બાળકને જન્મ આપનાર દુનિયાની સૌથી વૃદ્ધ મહિલા કહેવામાં આવી હતી. તેમણે વર્ષ 2016માં એક પુત્રને જન્મ આપ્યો હતો.
આ પણ વાંચોઃ ભારે ડ્રામા વચ્ચે સૌરવ ગાંગુલી બનશે BCCI અધ્યક્ષ, બૃજેશ પટેલને IPLની કમાન