20 રુપિયાની મેગી પડી 193 રુપિયામાં..., મહિલાએ શેર કર્યુ ફ્લાઈટનુ બિલ, વાયરલ થયુ ટ્વિટ
Maggi: બધા લોકો સારી રીતે જાણે છે કે કઈ વસ્તુનો શું ભાવ હોય છે. પછી તે બજારની કરિયાણાની દુકાનની હોય કે સુપરમાર્કેટની. પરંતુ ઘણી વખત લોકોને લાગે છે કે એરપોર્ટ પર પણ વસ્તુઓના દર સમાન જ હશે.
પરંતુ તાજેતરમાં એક યુટ્યુબરે ટ્વિટર દ્વારા પોતાનો અનુભવ શેર કર્યો અને જણાવ્યું કે એરપોર્ટ પર મેગી ખાવાનો તેનો અનુભવ કેવો રહ્યો. સુજલ સૂદ નામની યુટ્યુબરે બિલનો ફોટો શેર કર્યો છે, જે હવે વાયરલ થઈ રહ્યો છે.

મહિલાએ જણાવ્યું કે તેણે મેગી માટે 193 રૂપિયાનું બિલ ચૂકવ્યું. મહિલાએ લખ્યું- મે એરપોર્ટ પરથી 193 રૂપિયાની મેગી ખરીદી. મને ખબર ન હતી કે શું પ્રતિક્રિયા આપવી. આટલા ઊંચા ભાવે કોઈ મેગી કેવી રીતે વેચી શકે?
બિલની આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. મેગીની આ કિંમત જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા, જ્યારે ઘણા લોકોએ તેની મજાક ઉડાવી. એક યુઝરે કહ્યું કે એવું લાગે છે કે મેગી એવિએશન ફ્યુઅલથી બનેલી છે કદાચ.
એક યુઝરે કહ્યું કે ઈન્ડિગોની ફ્લાઈટમાં 250 રૂપિયામાં વેચાય છે. ઘણા લોકોએ મહિલા પર જ સવાલ ઉઠાવ્યા હતા. યુઝર્સે કહ્યું કે મહિલાએ આટલી મોંઘી મેગી કેમ ખાધી? યુઝર્સના સવાલોના જવાબ આપતા યુટ્યુબરે કહ્યું કે તેણે બે કલાક ભૂખ્યા રહ્યા બાદ મેગી ખાવાનું નક્કી કર્યું હતું.












Click it and Unblock the Notifications
