આ રેસ્ટેરન્ટમાં વેચાઇ વિશ્વની સૌથી મોંઘી સુશી, કિંમત સાંભળી રહી જશો દંગ
ટેસ્ટી અને સ્વાદિષ્ટ સુશીના ઈન્ડિયા જ નહી પણ વિશ્વભરમાં મજબૂત ચાહકો છે. લોકો આ સ્વાદિષ્ટ વાનગી પાછળ પાગલ થઈ જાય છે. સુશીનો આનંદ માણવા માટે ભારે કિંમત ચૂકવવી પડે છે. આવું જ કંઈક તાજેતરમાં જાપાનની સુશી કિરીમોન નામની રેસ્ટોરન્ટમાં જોવા મળ્યું, જ્યાં મેનુમાં સૌથી સ્વાદિષ્ટ પણ મોંઘી સુશી સર્વ કરવામાં આવી છે.
'કિવામી ઓમાકેસ' કોર્સ, જેમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, સુશીના 20 ટુકડાઓનો સમાવેશ થાય છે. તેની કિંમત JP¥350,000 (£1,927; $2,475) એટલે કે રૂ. 2 લાખથી વધુ છે. જેના કારણે તે વિશ્વની સૌથી મોંઘી સુશીમાં સામેલ થઈ ગઈ છે.

ઉલ્લેખનિય છેકે અગાઉનો રેકોર્ડ 2010 માં રસોઇયા એન્જેલિટો અરેનેટા જુનિયર દ્વારા સેટ કરવામાં આવ્યો હતો, જેમણે હીરાથી જડેલા અને 24-કેરેટ સોનાના પાનમાં લપેટીને પાંચ નિગિરી પીસ પીરસ્યા હતા. જેની કિંમત 91,800 ફિલિપાઈન પેસો એટલે કે 1 લાખ 34 હજારથી વધુ હતી.
વર્લ્ડ રેકોર્ડ્સની વેબસાઈટ વધુમાં જણાવે છે કે સુશી કિરીમોનની રેકોર્ડબ્રેક સર્વિંગ પરંપરાગત જાપાનીઝ તકનીકો અને પદ્ધતિઓનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવી છે. તે જણાવે છે કે સમગ્ર જાપાનમાંથી કાળજીપૂર્વક પસંદ કરેલ ઘટકોનો ઉપયોગ કરીને, રેસ્ટોરન્ટે વોશોકુ (પરંપરાગત જાપાનીઝ ભોજન) ને પ્રોત્સાહન આપવા માટે આ વિશિષ્ટ વાનગી બનાવી છે.
આ સ્વાદિષ્ટ વાનગીમાં નિગિરીના ટુકડાઓ હોય છે, પાતળી કાતરી કાચી માછલી ચોખાના બોલની ટોચ પર મૂકવામાં આવે છે. સાશિમી (ચોખા વગરની કાચી માછલી)ના થોડા ટુકડા અને માકીના બે ટુકડા (કાપેલ સુશી રોલ્સ) પણ છે.












Click it and Unblock the Notifications
