For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Year Ender 2022 : એલિયન અંગે આવ્યા સૌથી રસપ્રદ સમાચાર, ચીન સાથે છે કનેક્શન

વર્ષ 2022માં પણ એલિયનને લઈને ઘણા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. અમેરિકા પર વર્ષોથી એલિયન્સ વિશેની માહિતી છૂપાવવાનો આરોપ છે, પરંતુ આ વર્ષે યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટે આકાશમાં જોવા મળતા UFO વિશે મોટો ખુલાસો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

Year Ender 2022 : દુનિયામાં એલિયન્સ અને યુએફઓ અંગે રસપ્રદ સમાચારો અવારનવાર સામે આવતા રહે છે. હવે વચ્ચે એલિયન્સ અને અનઆઇડેન્ટિફાઇડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ અંગે ચોંકાવનારા સમાચારો સામે આવ્યા છે. ઘણીવાર લોકોએ એલિયન અને UFO જોવા મળ્યા હોવાના દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે. વર્ષો વેજ્ઞાનિક એલિયનના અસ્તિત્વનો જવાબ શોધવાની કોશિશ કરી રહ્યા છે.

Year Ender 2022

વર્ષ 2022માં પણ એલિયનને લઈને ઘણા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. અમેરિકા પર વર્ષોથી એલિયન્સ વિશેની માહિતી છૂપાવવાનો આરોપ છે, પરંતુ આ વર્ષે યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટે આકાશમાં જોવા મળતા UFO વિશે મોટો ખુલાસો કર્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકન ગુપ્તચર એજન્સીઓ દ્વારા સેંકડો UFO વીડિયો અને ફોટાની તપાસ કરવામાં આવી રહી છે. તો ચાલો જાણીએ કે, વર્ષ 2022માં એલિયન અને UFO પર સૌથી ચર્ચાસ્પદ ઘટસ્ફોટ શું હતો?

અમેરિકન ગુપ્તચર એજન્સીઓએ આ વર્ષે એલિયન્સ વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા, જેના વિશે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. એજન્સીઓ અનુસાર, ત્યાં કોઈ UFO અથવા એલિયન્સ નથી. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર, UFO માત્ર એલિયન સર્વેલન્સ ઓપરેશન અથવા હવામાં તરતી વસ્તુઓ છે. યુએસ સરકારે હવે UFO ને UAP નામ આપ્યું છે.

યુએસ અધિકારીઓએ જણાવ્યું છે કે, ઘણી UAP ઘટનાઓને સત્તાવાર રીતે સામાન્ય ચાઇનીઝ સર્વેલન્સ ડ્રોન તરીકે ઓળખવામાં આવી છે. ચીને પહેલા અમેરિકન એડવાન્સ ફાઈટર પ્લેનની યોજના ચોરી લીધી હતી અને હવે તે જાણવા માંગે છે કે, અમેરિકન પાઇલટોને કેવી રીતે તાલીમ આપવામાં આવે છે.

અધિકારીઓએ એ પણ અહેવાલ આપ્યો છે કે, લશ્કરી વિમાનોએ UAP ને ભૌતિકશાસ્ત્રના નિયમોની વિરુદ્ધ ચાલતું અવલોકન કર્યું હતું. તેના તરફથી કહેવામાં આવ્યું હતું કે, તે આંખની યુક્તિ અથવા ઓપ્ટિકલ ભ્રમ હોય શકે છે. યુએસ નેવી એરક્રાફ્ટ દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યું છે. ગો ફાસ્ટ નામનો વીડિયો પણ શામેલ છે. આ વીડિયો વર્ષ 2018માં લીક થયો હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગો ફાસ્ટ વીડિયો એવી રીતે રેકોર્ડ કરવામાં આવ્યો હતો કે, તે ભ્રમ પેદા કરી રહ્યો હતો. તેઓ કહે છે કે, તે પદાર્થની ઝડપ 48 કિમી પ્રતિ કલાકથી વધુ ન હતી. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સની ગુપ્તચર એજન્સીઓએ આ નવા રિપોર્ટમાં ઘણી ઘટનાઓ વિશે જણાવ્યું છે. આ 2004 અને 2021 વચ્ચે યુએસ સરકાર દ્વારા નોંધાયેલા 144 UAP ઘટનાઓની વિગતો આપે છે.

યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા સુ ગફ વતી એવું જણાવવામાં આવ્યું હતું કે, અમેરિકી સરકાર રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ ન આપે તેવી માહિતીને સાર્વજનિક કરવા માટે પ્રતિબદ્ધ છે. સરકારી અધિકારીઓ પાસે પૂરતો ડેટા નથી, જેના કારણે તેઓ આ ઘટનાઓની ચર્ચા કરવાનું ટાળે છે.

English summary
Year Ender 2022 : The most interesting news about aliens
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X