દુનિયાના વિચિત્ર રેસ્ટોરાં, જ્યાં જમવા જતા પહેલાં તમે પણ વિચાર કરશો
દુનિયાના વિચિત્ર રેસ્ટોરાં, જ્યાં જમવા જતા પહેલાં તમે પણ વિચાર કરશો
દેશ-વિદેશમાં કેટલીય એવી અજાયબી છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનેલી હોય, લોકો ત્યાં જવા માંગતા હોય, ફરવા માંગતા હોય અને પોતાના પ્રિય લોકો સાથે આવી જગ્યાઓએ સમય પસાર કરવા માંગતા હોય. પરંતુ દુનિયામાં જેવી અજાયબી વસ્તુ છે તેવી જ કેટલીક વિચિત્ર વસ્તુઓ પણ છે. જ્યાં તમારા પ્રિય લોકો સાથે જતા પહેલા પણ તમે સો વખત વિચારશો. ક્યાંક તમારી સાથે દાવ તો નહિ થઈ જાય? તમે ત્યાં જઈને શરમમાં તો નહિ મુકાઈ જાવ તેવા કેટલાય સવાલો જતા પહેલા ઉદ્ભવશે. અમે આજે તમને આવા જ કેટલાંક રેસ્ટોરાં વિશે જણાવશું જે દુનિયાના સૌથી વિચિત્ર રેસ્ટોરાં છે. તો અહીં જાણો દુનિયાભરના આવા વિચિત્ર રેસ્ટોરાં વિશે.

ન્યૂયોર્કનું રેસ્ટોરાં
ન્યૂયોર્કમાં આવેલ આ રેસ્ટોરાંમાં બધાં જ કપડાં કાઢીને ડિનર કરવામાં આવે છે. શરીરના કેટલાક ભાગમાં ખાતી વખતે ઈચ્છો તો કપડું રાખી શકો છો.

તેપઈનું રેસ્ટોરાં
તેપઈના રેસ્ટોરામાં મહેમાનોને નર્શના પોશાક પહેરી મહિલા વેટ્રેસ ખાવાનું પીરસે છે.

મોસ્કોનું રેસ્ટોરાં
મોસ્કોમાં એક રેસ્ટોરાં છે. જ્યાં કામ કરતી વેટ્રેસ અને બાર ટેન્ડર જુડવા છે. જુડવા બહેન વેટર્સને જોવાના ચક્કરમાં આવતા મહેમાનોની સંખ્યામાં વધારો થાય છે.

ચીનનું રેસ્ટોરાં
ચીનમાં એક આવું રેસ્ટોરાં પણ છે, જેની થીમ અને લુક જેલ જેવા છે. અહીં સળિયા પાછળ બેસાડી ટેબલમાં મહેમાનોને જમવાનું પીરસવામાં આવે છે.

ઓપાક્યૂ કેફે
વેસ્ટ હૉલીવુડમાં ઓપાક્યૂ કેફેમાં અંધારું કરી રેસ્ટોરાંમાં ખાવાનું પીરસવામાં આવે છે. ડાઈનિંગ રૂમમાં અંધારું હોય ચે અને ખાવાનું પણ અંધ વેટર્સ દ્વારા પીરસવામાં આવે છે.

ટોક્યોનું રેસ્ટોરાં
ટોક્યોના એક રેસ્ટોરામાં તમે જમવા જશો તો ત્યાંની સુંદર વેટર્સને જોઈ ભાવુક ના થઈ જતા તમારો દાવ થઈ જશે. આ રેસ્ટોરાંમાં પુરુષ વેટર્સ મહિલાનો પોશાક પહેરી મહેમાનોને ખાવાનું પીરસે છે. સમગ્ર વિસ્તારમાં આ રેસ્ટોરાં ભારે ચર્ચામાં રહે છે.

હાર્ટ અટેક રેસ્ટોરાં
નામ સાંભળીને જ કદાચ બીક લાગે તેવું આ રેસ્ટોરાં એરિજોનામાં આવેલું છે, જેને હોસ્પિટલની થીમ પર બનાવવામાં આવ્યું છે. અહીં મળતા બર્ગર્સનું નામ બાઈપાસ બર્ગરના નામે પણ ઓળખવામાં આવે છે.

બેંકોકનું રેસ્ટોરાં
બેંકોકમાં એવું બહુ અલગ જ રેસ્ટોરાં છે. આ રેસ્ટોરાંમાં સેક્સ સંબંધીત જાગરુકતા ફેલાવવા માટે વેટર કોન્ડોમની ટોપી પહેરીને ખાવાનું સર્વ કરે છે. બની શકે કે આ રેસ્ટોરાંમાં પરિવાર સાથે જતા પહેલા તમે પણ શરમમાં મુકાઈ શકો.

બેલ્ઝિયમનું રેસ્ટોરાં
બેલ્ઝિયમમાં ટ્રાફિકની ભીડ અને ઘોંઘાટથી દૂર આ રેસ્ટોરાંમાં હવામાં ખાવાનું પીરસવામાં આવે છે. જણાવી દઈએ કે 50 મીટરના ટેબલમાં ફેલાયેલ આ રેસ્ટોરાંને ક્રેનની મદદથી હવામાં બનાવવામાં આવ્યું છે.

હર્બિનું રેસ્ટોરાં
કેટલાય માણસોની એવી વૃત્તિ રહેલી હોય છે કે તેઓ વેટર્સથી ભૂલ થાય તો તેમને ત્યાં જ ઠપકો આપી દેતાય હોય છે પરંતુ તમે આ રેસ્ટોરાંમાં આવું નહિ કરી શકો, કેમ કે આ રેસ્ટોરાંમાં રોબોટ દ્વારા ખાવાનું પીરસવામાં આવે છે. રેસ્ટોરામાં આવતા લોકોમાં મોટાભાગના બાળકો સામેલ હોય છે.

Taipeiનું રેસ્ટોરાં
તૈપેઈમાં આવેલ આ રેસ્ટોરાંને બાર્બી થીમ લુક આપવામાં આવ્યો છે. જો કે રેસ્ટોંરાં હજી સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યું નથી. મીડિયા પ્રીવ્યૂ દરમિયાન એક બાળકી રેસ્ટોરાંમાં બાર્બી ડોલને જોઈ રહી હોય તેવી તસવીર..

બર્લીનનું રેસ્ટોરાં
બર્લીનમાં એક રેસ્ટોરાં ડિનર ઈન ધી સ્કાઈ અંતર્ગત હવામાં પોતાના મહેમાનોને લજીજ પકવાન પીરસવામાં આવે છે. આ રેસ્ટોરાંને ક્રેનથી ઉઠાવવામાં આવે છે.

ચીનનું ઈજબોગરીબ રેસ્ટોરાં
ચીનનું આ અજીબોગરીબ પરંતુ ટેક્નોલોજીથી સજ્જ રેસ્ટોરાંના મામલામાં ઘણું આગળ છે. A380 થીમ રેસ્ટોરાંમાં અંડાકાર શેપની ટેબલ પર મહિલા મીડિયા સામે રેસ્ટોરાંની ઝલક રજૂ કરતી.

વધુ એક ચીની રેસ્ટોરાં
અજીબ! ચીનના આ રેસ્ટોરામાં તમને વોમેટ થવાના ચાન્સ વધુ છે. આ રેસ્ટોરાંની થીમ ટોઈલેટ છે. એટલે કે અહીંના ટેબલ અને ખુરશી ટોયલીટ શીટ જ છે. આ રેસ્ટોરાંમાં આવતા મહેમાનોને આ ટોઈલેટ સીટ પર બેસાડીને જ જમાડવામાં આવે છે.

શેનયાંગનું રેસ્ટોરાં
ટ્રેનમા મુસાફરી દરમિયાન તમે જમવાનો આનંદ ણાણ્યો જ હશે, ભરચક ભીડ વચ્ચે કોઈને પણ અડ્યા વિના બહાર ના નિકળી શકાય તેવી સાકળી જગ્યાએ તમે ખાધું ના હોય તો શેનયાંગમાં બનેલા આ રેસ્ટોરાંની મુલાકાત લઈ શકો. આ રેસ્ટોરાંને ટ્રેન કોચનો આકાર આપવામાં આવ્યો છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
