For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિઝનેસ આઈડિયા, જે ઘરે બેઠા બનાવશે માલામાલ

કેટલાક એવા નાના બિઝનેસ છે જેની શરૂઆત તો નાની હોય છે, પરંતુ કેટલાક વર્ષ બાદ તેમાં નફો મોટો મળે છે.

|
Google Oneindia Gujarati News

જ્યારે પણ વાત બિઝનેસની હોય, તો લોકો એ વિચારીને ગભરાય છે કે બિઝનેસ કરીશું તો કેવી રીતે અને એકલા કેવી રીતે સંભાળીશું ? તો તમારે એટલું વિચારવું જરૂરી નથી કારણ કે કેટલાક એવા નાના બિઝનેસ છે જેની શરૂઆત તો નાની હોય છે, પરંતુ કેટલાક વર્ષ બાદ તેમાં નફો મોટો મળે છે. પરંતુ ફક્ત બિઝનેસ શરૂ કરતા જ તમને તાત્કાલિક નફો નહીં મળે, તેના માટે તમારે એક સારા બિઝનેસ આઈડિયાની જરૂર છે. અમે તમને આપીએ છીએ 2018ના 10 એવા બિઝનેસ જે તમને કરશે માલામાલ.

કૉફી શોપ

કૉફી શોપ

કૉફી એક હેલ્ધી ડ્રિંગ છે, તેની ખાસ્સી માગ પણ છે. કૉફી શોપ શરૂ કરવી એક સારો વિચાર છે. ઘણા લોકો કામ પર વહેલા આવે છે અને રાત્રે મોડે સુધી રોકાય છે. આવા કૉફી લવર્સ માટે કૉફી શોફ સારો વિકલ્પ બની શકે છે.

રેસ્ટોરન્ટ

રેસ્ટોરન્ટ

કેટલાક લોકો ઘર પર ભોજન નથી બનાવતા. એવા લોકો એ હજારો લોકો માટે બિઝનેસ ઉભો કરે છે, જે ખાણીપીણી કે રેસ્ટોરન્ટ સંચાલન સાથે જોડાયેલા છે. પરંતુ ઘણી જગ્યાએ આરોગ્યવર્ધક ભોજન નથી મળતું. એવામાં આ બિઝનેસ શરૂ કરવો એક સારો વિકલ્પ છે.

મહિલા બુટિક

મહિલા બુટિક

આપણે જાણીએ છીએ કે મહિલાઓને શોપિંગ કરવું ગમે છે. તે હંમેશા કંઈકનું કંઈક ખરીદવું પસંદ કરે છે. મહિલાઓ બુટિક્સની પણ ચાહક હોય છે. તેનો મતલબ એવો પણ નથી કે દરેક બુટિક સારુ ચાલે પરંતુ તમે રિસર્ચ કરીને આ બિઝનેસમાં રોકાણ કરી શકો છો.

ઓનલાઈન સ્ટોર

ઓનલાઈન સ્ટોર

આજે ઘણા લોકો ઓનલાઈન શોપિંગ કરે છે, એટલે આ બિઝનેસમાં રોકાણ કરવું પણ યોગ્ય છે. ઓનલાઈન સ્ટોર ખોલીને તમે ટાર્ગેટ કસ્ટમર સુધી પહોંચી શકો છો. તેનાથી તમે લોકલ લોકોની સાથે સાથે વેબ પર પણ એક સારો કસ્ટમર વર્ગ તૈયાર કરી શકો છો.

પેઈડ બ્લોગિંગ

પેઈડ બ્લોગિંગ

ઓછા ઈન્વેસ્ટમેન્ટમાં થતો આ એક સારો બિઝનેસ છે, જેમાં તમે તમારા શોખને કરિયર બ્લોગિંગમાં બદલી શકો છો. ડિજિટલ બિઝનેસ આજે એક અલગ આકાર ધરી રહ્યું છે, એટલે જો તમારું કન્ટેટન્ટ ઘણું સારુ અને અલગ હોવું જોઈએ. જો તમારામાં પેઈડ બ્લોગિંગની કુશળથા છે તો ઈન્ટરનેટ જોડે મિત્રતા કરી લો.

કન્ટેન્ટ રાઈટિંગ સર્વિસિઝ

કન્ટેન્ટ રાઈટિંગ સર્વિસિઝ

તમે કન્ટેન્ટ ક્રિએશન બિઝનેસ શરૂ કરીને ઈન્ટરનેટ પર બાયર્સને પોતાનું કન્ટેન્ટ આપી શકો છો. કન્ટેન્ટ ક્રિએશન એવો બિઝનેસ છે, જેમાં ઓછા લોકો રોકાણ કરે છે, એટલે તમારા માટે આ એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે.

એફિલિએટ માર્કેટિંગ

એફિલિએટ માર્કેટિંગ

કોઈ વિશે, સેગમેન્ટ કે માર્કેટને ટાર્ગેટ કરીને તમે એક વેબસાઈટ બનાવી શકો છો અને એફિલિએટ પ્રોગ્રામ્સમાં ભાગ લઈ શકો છો. અહીં હજારો વિકલ્પ હાજર છે.

ફૂલ સર્વિસ કાર વૉશ

ફૂલ સર્વિસ કાર વૉશ

ફુલ સર્વિસ કાર વોશ એક સારો બિઝનેસ છે, તેની માગ પણ ઘણી છે. કેટલાક લોકો એટલા વ્યસ્ત રહે છે કે તેમની પાસે પોતાની કાર ધોવાનો સમય નથી હોતો. જો તમે આ બિઝનેસમાં આવો છો તો જરૂર કમાણી થશે.

ડ્રોપ શિપિંગ

ડ્રોપ શિપિંગ

ડ્રોપ શિપિંગ એવા કોલેજ સ્ટૂડન્ટ માટે સારો વિચાર છે જે સ્કૂલિંગ દરમિયાન જ કંઈક કરવા ઈચ્છતા હોય.

કમ્પ્યુટર સર્વિસિઝ

કમ્પ્યુટર સર્વિસિઝ

કમ્પ્યુટર સર્વિસિઝની ડિમાન્ડ આજે ઝડપથી વધી રહી છે. અને તેના માટે તમારે વધુ રોકાણ કરવાની પણ જરૂરિયાત નથી. તમે ફક્ત 50 હજાર રૂપિયામાં આ બિઝનેસ શરૂ કરી શકો છો.

English summary
10 Small Business ideas in India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X