બજેટ 2013: મહિલાઓની સુરક્ષા માટે નિર્ભયા ફંડ, 1000 કરોડનો પ્રસ્તાવ

delhi-women
નવી દિલ્હી(બ્યૂરો): દિલ્હી ગેંગરેપ જેવા ભયજનક કાંડને ધ્યાનમાં રાખીને નાણામંત્રી પી ચિદમ્બરમે મહિલાઓની સુરક્ષા માટે 1000 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ પાસ કર્યો છે. લોકસભામાં પોતાના બજેટ ભાષણ દરમિયાન પી ચિદમ્બરમે કહ્યું, 'હું મહિલાઓની સુરક્ષાનું વચન આપું છું.' તેમણે કહ્યું કે મહિલાઓની સુરક્ષા માટે જે ફંડનું નિર્માણ કરવામાં આવ્યું છે, તેનું નામ 'નિર્ભયા ફંડ' રહેશે. નોંધનીય છે કે દિલ્હી ગેંગરેપ પીડિતાને દેશ નિર્ભયા( કાલ્પનિક નામ) નામ આપ્યું હતું. પોતાના ભાષણમાં નાણામંત્રી પી ચિદમ્બરમે કહ્યું કે, હું ત્રણ મુખ્ય ચહેરાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગીશ. પહેલો મહિલાઓનો( ખેલાડી, બાળકો, માં, બહેન વિગેરે), બીજો યુવા(આપાણી આકાંક્ષાનો ચહેરો) અને ત્રીજો ગરીબ( જે સરકાર તરફ જૂએ છે મદદ માટે).

ચિદમ્બરમે કહ્યું કે હું આ ત્રણેય માટે વચન આપું છું. તેમણે કહ્યું કે મહિલાનીઓ સુરક્ષા આપણી સામૂહિક જવાબદારી છે. શિક્ષાના કાર્ય માટે કે સેવાઓ પ્રદાન કરવા માટે જ્યારે મહિલાઓ ઘરની બહાર નિકળી રહી છે, ત્યારે તેમના પર હુમલાઓ થઇ રહ્યાં છે. અમે તેમની સાથે ઉભા છીએ. ઘણા એવા પગલાંઓ ઉઠાવવામાં આવી રહ્યાં છે, ઘણા પગલાં ઉઠાવવામાં આવશે. ઘણી એનજીઓ તેમાં સામેલ છે. તેમને સમર્થન આપવું અમારું કર્તવ્ય છે. તેના માટે નિર્ભયા ફંડમાં 1 હજાર કરોડ રૂપિયાનો પ્રસ્તાવ પાસ કરી રહ્યો છું.

ઉલ્લેખનીય છે કે ચિદમ્બરમ દેશ માટે આઠમીવાર સામાન્ય બજેટ રજૂ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, અમે પહેલાં કર્યું છે અને અમે આવું ફરીથી કરી શકીએ છીએ. અંતિમ પરિણામ જે પણ હોય, વિકાસ આશાઓથી ઓછો છે, પરંતુ તેને લઇને નિરશ થવાની જરૂર નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X